Site icon

Don 3 :ડોન 3 માં કાસ્ટિંગ અંગે ઉઠેલા પ્રશ્નો પર ફરહાન અખ્તરે તોડ્યું મૌન, રણવીર સિંહ અને શાહરુખ ખાન વિશે કહી આવી વાત

અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ ડોનની ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં જ્યારે રણવીર સિંહને આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી? ફરહાન અખ્તરે ખુલાસો કર્યો હતો.

farhan akhtar open up on replacing shah rukh khan with ranveer singh in Don 3

Don 3 :ડોન 3 માં કાસ્ટિંગ અંગે ઉઠેલા પ્રશ્નો પર ફરહાન અખ્તરે તોડ્યું મૌન, રણવીર સિંહ અને શાહરુખ ખાન વિશે કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

‘ડોન 3’ ચર્ચાનો વિષય બની રહે છે. કેટલાક લોકો ‘ડોન 3’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે કેટલાક સોશિયલ મીડિયા પર ‘ડોન 3’ના ડિરેક્ટર ફરહાન અખ્તરની ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં, તેને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવેલ કાસ્ટિંગ પસંદ નથી. તેને એ સમજાતું નથી કે શા માટે ફરહાન અખ્તરે ‘ડોન 3’માં રણવીર સિંહ  ને શાહરૂખ ખાન  સાથે રિપ્લેસ કર્યો. આવી સ્થિતિમાં ફરહાન અખ્તરે મીડિયા દ્વારા લોકોને પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

 

ડોન 3 માં રણવીર સિંહ ને કાસ્ટ કરવા ને લઇ ને ફરહાન અખ્તરે કહી આ વાત 

ફરહાન અખ્તરે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મના કલાકારોમાં આ ફેરફાર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે રણવીર સિંહ પોતે પણ ડોન નો રોલ કરવા માટે અચકાતો હતો. તેણે કહ્યું, ‘રણવીર સિંહ પહેલાં, આ પાત્ર મહાન અભિનેતા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને ભજવ્યું હતું, તેથી રણવીર સિંહ આ પ્રતિષ્ઠિત ભૂમિકા માટે હા કહેતા ડરતો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ ખાનને જ્યારે ડોનનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેની પણ આવી જ હાલત હતી.

 

ડોન માં શાહરુખ ખાન ને કાસ્ટ કરવા ને લઇ ને આવા જ પ્રશ્નો ઉભા થયા હતા  

ફરહાન અખ્તરે વધુમાં ઉમેર્યું હતું કે, “રણવીર સિંહ એક અદ્ભુત અભિનેતા છે. તે આ ભાગ માટે પરફેક્ટ છે. તે સામાન્ય લોકોની જેમ ડોન 3 કરવા માટે પણ નર્વસ છે. તે ડોન 3 જેવી ફિલ્મ કરવા માટે ઉત્સાહિત પણ છે. પરંતુ, અમે ત્યારે પણ આ ઈમોશનલ પ્રક્રિયા માંથી ગુજરી ચકયા છીએ જયારે શાહરુખ ખાન ડોન કરી રહ્યો હતો. જ્યારે શાહરૂખ ખાનને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો ત્યારે પણ લોકોએ આવી જ પ્રતિક્રિયા આપી હતી, ઓહ માય ગૉડ તમે મિસ્ટર બચ્ચનને શાહરૂખ ખાન સાથે કેવી રીતે રિપ્લેસ કરી શકો આ બધું ત્યારે પણ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : Yashica Dutt :  વખાણ પછી વિવાદોમાં આવી ‘મેડ ઇન હેવન 2’, લેખકે મેકર્સ પર લગાવ્યો આ આરોપ

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version