News Continuous Bureau | Mumbai
બોલિવૂડની (Bollywood) જાણીતી ફિલ્મ ‘દંગલ’માં (Dangal) મુખ્ય પાત્ર ભજવનાર ફાતિમા સના શેખે (Fatima Sana Shaikh) જાહેરમાં પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો છે. ફાતિમાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેને ‘વાઈ’ના હુમલાઓ (epilepsy) આવતા રહે છે. ખરેખર, નવેમ્બર મહિનો ‘વાઈ’ જાગૃતિ અભિયાન (Awareness campaign) મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ વાત પર પ્રકાશ પાડતા ફાતિમાએ સોશિયલ મીડિયા (Social media) દ્વારા પોતાની બીમારીનો ખુલાસો કર્યો અને લોકોને જાગૃત કરવાની પહેલ કરી.
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાની બીમારી વિશે વાત કરી હતી. આ સાથે, અભિનેત્રીએ લોકોમાં તેની જાગૃતિ વધારવા માટે ઇન્સ્ટાગ્રામ પર (Instagram) પર મીર્ગી વિશે ચાહકો સાથે પ્રશ્નોત્તરીનું સેશન પણ કર્યું. તેણે વાઈ એટલે કે આંચકી વિશે જાગૃતિ ફેલાવવા માટે તેમના અનુયાયીઓ સાથે ‘આસ્ક મી એની થિંગ્સ’ ( Ask Me Any Thing) સેશન કર્યું. આ સેશન સંપૂર્ણપણે વાઈ, રોગ સંબંધિત પ્રશ્નો પર હતું. સવાલ-જવાબ દરમિયાન જ્યારે એક યુઝરે તેને પૂછ્યું કે તે આ બીમારીનો સામનો કેવી રીતે કરી રહી છે? તેના પર અભિનેત્રીએ કહ્યું કે ‘તેમની પાસે સારી સપોર્ટ સિસ્ટમ છે! તેનો પરિવાર, મિત્રો અને તેનું પેટ’. અભિનેત્રીએ આગળ કહ્યું કે ‘કેટલાક દિવસો સારા હોય છે પરંતુ કેટલાક ખરાબ હોય છે.સવાલ-જવાબ દરમિયાન જ એક યુઝરે ફાતિમાને પૂછ્યું કે તેને આ બીમારી (epilepsy) વિશે ક્યારે ખબર પડી? આ સવાલના જવાબમાં ફાતિમાએ જણાવ્યું કે જ્યારે તે ફિલ્મ ‘દંગલ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે વાઈ નો અટેક આવ્યો હતો અને તે બેહોશ થઈ ગઈ. આ પછી તે સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. પછી પહેલીવાર તેને વાઈ નો અટેક આવ્યો હતો. ફાતિમા જણાવે છે કે પહેલા તે આ બીમારીથી ખૂબ ડરી ગઈ હતી. પછી ધીમે ધીમે તેણે તેના પર કાબુ મેળવ્યો. ફાતિમાએ કહ્યું કે તે પાંચ વર્ષ સુધી આ બીમારીને નજરઅંદાજ કરતી રહી. પરંતુ તે સલાહ આપે છે કે અન્ય દર્દીઓએ આવું ન કરવું જોઈએ, યોગ્ય સમયે રોગને સ્વીકારવાથી જ સારવાર શક્ય છે.
આ સમાચાર પણ વાંચો: અનુપમાના મેકર્સે કરી સિરિયલ માં મોટી ભૂલ-સોશિયલ મીડિયા પર ઉડ્યો મજાક-જેઠાલાલનું મીમ થયું વાયરલ
ફાતિમા સના શેખે એ પણ ખુલાસો કર્યો કે તે કોઈ પ્રોજેક્ટ સાઈન કરતા પહેલા દરેક ફિલ્મ નિર્માતાને (filmmaker) તેની વાઈ બીમારી વિશે જાણ કરે છે. તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર્સ અને મિત્રોનો (Directors and Friends) સહયોગ મળ્યો છે. ફાતિમાએ કહ્યું કે હવે તે આ બીમારીથી ડરતી નથી.ફાતિમાએ વાઈ માટેનો લોકપ્રિય ઘરેલું ઉપાય ખોટો જણાવ્યો છે. વાસ્તવમાં, લોકોમાં એવી માન્યતા છે કે આંચકી આવે ત્યારે, દર્દીને ચામડાના ચંપલની ગંધ સૂંઘાડવામા આવે છે . આના જવાબમાં ફાતિમાએ કહ્યું કે જ્યારે આંચકી આવે ત્યારે જૂતા અને ચપ્પલ ના સૂંઘાડવા જોઈએ. આ ખોટું છે, તેણે તેના ચાહકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈને આંચકી આવે તો તે આવું ના કરો, તે યોગ્ય નથી.