Site icon

Fatima sana shaikh: આમિર ખાન નહીં પરંતુ બોલિવૂડના આ ખાન સાથે કામ કરવા માંગે છે ફાતિમા સના શેખ, જાણો તે અભિનેતા વિશે

Fatima sana shaikh: ફિલ્મ દંગલ થી પોતાના કરિયર ની શરૂઆત કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખ હવે વિકી કૌશલ સાથે સેમ બહાદુર માં જોવા મળશે. આ દરમિયાન મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફાતિમા એ શાહરુખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

fatima sana shaikh wants work with shahrukh khan

fatima sana shaikh wants work with shahrukh khan

News Continuous Bureau | Mumbai 

Fatima sana shaikh: બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ એ પોતાના કરિયર ની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી. પરંતુ એક અભિનેત્રી તરીકે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે ફિલ્મ ‘દંગલ’થી પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ ફાતિમા અને આમિર ખાન ના અફેર ની અફવાઓ વહેવા લાગી. એક તરફ જ્યાં ફાતિમા તેની પર્સનલ લાઈફ ની સાથે સાથે તેની પ્રોફેશનલ લાઈફ ને લઇ ને પણ ચર્ચામાં રહે છે.ફાતિમા ટૂંક સમયમાં ‘સેમ બહાદુર’ સાથે દર્શકોનું મનોરંજન કરવા પરત ફરી રહી છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ફાતિમાએ બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

 

ફાતિમા એ વ્યક્ત કરી શાહરુખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા 

ફાતિમાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કિંગ ખાન સાથે કામ કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેને આશા છે કે એક દિવસ તેને શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક મળશે.ફાતિમા સના શેખે એમ પણ કહ્યું કે શાહરૂખ ખાન સાથે કામ કરવું એ તેની બકેટ લિસ્ટનો એક ભાગ છે, જેને તે પૂર્ણ કરવા માંગે છે. આ ઉપરાંત તેણે ‘સેમ બહાદુર’ના નિર્દેશક મેઘના ગુલઝારની પણ પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Nayanthara: નયનતારા પર ચઢ્યો જવાન ની સફળતા નો ખુમાર, અભિનેત્રીએ કર્યો તેના મહેનતાણા માં ધરખમ વધારો, આગામી ફિલ્મ માટે કરી મોટી ફીની માંગ

આમિર ખાન સાથે ‘દંગલ’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર બે અભિનેત્રીઓ એટલે કે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા ‘સેમ બહાદુર’માં ફરી સાથે કામ કરતી જોવા મળશે. બંનેની જોડી ફરી એકવાર સ્ક્રીન પર ધૂમ મચાવતી જોવા મળશે. ખાસ વાત એ છે કે ફાતિમા અને સાન્યાના સપના એકબીજાને મળતા આવે છે. સાન્યાએ શાહરૂખ ખાન સાથે ‘જવાન’માં કામ કરીને પોતાનું સપનું પૂરું કર્યું છે,હવે જોવાનું એ રહેશે કે, શું સાન્યા ની જેમ ફાતિમા નું પણ શાહરુખ ખાન સાથે કામ કરવાનું સપનું પૂરું થશે? 

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version