Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં ધ્રુજારો, પ્રોડ્યૂસર ફિરોઝ નડીયાદવાલાના ઘરે NCB ની રેડમાં મળી આવ્યું ડ્રગ્સ, પત્ની સહિત ચારની ધરપકડ… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

09 નવેમ્બર 2020 

બૉલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા શનિવારે અને રવિવારે પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન બોલિવૂડના પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર ફિરોઝના ઘરે એનસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 10 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેથી તેમની પત્ની શબાનાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ફિરોઝ નડિયાદવાલા ઘરે હાજર ન હોવાથી તેમને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. એનસીબી દ્વારા અલગ અલગ દરોડામાં નડિયાદવાલાની પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

 

ઉલ્લેખનીય છે કે સુશાંત કેસ બાદ શરૂ થયેલા બોલિવૂડ ડ્રગ રેકેટ કેસમાં એનસીબી દ્વારા કેટલાક હાઈપ્રોફાઈલ ડ્રગ પેડલર્સ પણ પકડાયા હતા. જેમની બાતમી અને કબૂલાતના આધારે કેટલાક ફિલ્મ અને ટીવી સેલેબ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ એનસીબીએ ચાર થી પાંચ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મળેલા નામના આધારે શનિવારે અને રવિવારે મલાડ, અંધેરી, લોખંડવાલા, ખારઘર અને કોપરખૈરાને ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.  

Tiger Shroff Firing Case MCOCA હવે જામીન ભૂલી જાવ! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે લગાવ્યો સૌથી ખતરનાક ‘મકોકા’ કાયદો; આરોપીઓની જિંદગી હવે જેલમાં જ વિતશે?
CID Producer BP Singh Passes Away ટીવી જગતને મોટો આંચકો, પ્રખ્યાત શો ‘CID’ ના નિર્માતા બીપી સિંહનું ૭૭ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
Imran Khan Interim Relief ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી વચગાળાનું સંરક્ષણ; ઓસીઆઈ કાર્ડ અને વિઝા કેન્સલેશન સામેની અરજી પર આ તારીખ થશે વિસ્તૃત સુનાવણી
Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
Exit mobile version