News Continuous Bureau | Mumbai
Filmfare Awards 2025: 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 11 ઓક્ટોબરે અમદાવાદના EKA એરીનામાં યોજાયા હતા. આ ભવ્ય ઇવેન્ટમાં શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પૌલ એ હોસ્ટિંગ કર્યું હતું. આ વખતે કિરણ રાવ દિગ્દર્શિત ‘લાપતા લેડીઝ’ એ 13 એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ જીત્યા.
‘લાપતા લેડીઝ’ના નામે સૌથી વધુ એવોર્ડ
2024માં રિલીઝ થયેલી ‘લાપતા લેડીઝ’ બે દુલ્હનોની કહાની પર આધારિત છે. ફિલ્મમાં પ્રતિભા રાંટા અને નિતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મે નીચેના કેટેગરીમાં એવોર્ડ જીત્યા:
- શ્રેષ્ઠ ફિલ્મ: લાપતા લેડીઝ
- શ્રેષ્ઠ દિગ્દર્શક: કિરણ રાવ
- શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ): પ્રતિભા રાંટા
- શ્રેષ્ઠ નવીન અભિનેત્રી: નિતાંશી ગોયલ
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: રવિ કિશન
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: છાયા કદમ
- શ્રેષ્ઠ પાટકથા અને સંવાદ: સ્નેહા દેસાઈ
- શ્રેષ્ઠ સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર: રામ સંપત
- શ્રેષ્ઠ ગીતકાર: પ્રશાંત પાંડે
- શ્રેષ્ઠ વેશભૂષા: દર્શન જલાન
What a win!
Team Laapataa Ladies swept the#70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
Congratulations to the entire team ❤️🎥
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners: @Gopal_Namkeen… pic.twitter.com/VNP0RXKyPZ
— Filmfare (@filmfare) October 11, 2025
અલિયા, અભિષેક અને કાર્તિક આર્યનના નામ પણ રહ્યા ચર્ચામાં
- શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ (જિગરા)
- શ્રેષ્ઠ અભિનેતા: અભિષેક બચ્ચન (I Want To Talk) અને કાર્તિક આર્યન (Chandu Champion)
- શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટિક્સ): રાજકુમાર રાવ (શ્રીકાંત)
- શ્રેષ્ઠ નવીન અભિનેતા: લક્ષ્ય (Kill)
- શ્રેષ્ઠ નવીન દિગ્દર્શક: કુણાલ ખેમૂ (મડગાંવ એક્સપ્રેસ) અને આદિત્ય સુહાસ જાંભલે (આર્ટિકલ 370)
આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan OTT Debut: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવશે રિતિક રોશન, આ વેબ સિરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ
ટેકનિકલ કેટેગરી અને સ્પેશિયલ એવોર્ડ્સ
ફિલ્મ ‘Kill’એ ચાર ટેકનિકલ એવોર્ડ જીત્યા:
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: રફે મહમૂદ
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: મયૂર શર્મા
- શ્રેષ્ઠ એક્શન: સીયંગ ઓહ અને પરવેઝ શેખ
- શ્રેષ્ઠ સંપાદન: શિવકુમાર વી. પનિકેર
- શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન: સુભાષ સાહો
સ્પેશિયલ એવોર્ડ્સ:
- ક્રિટિક્સ ચોઈસ શ્રેષ્ઠ ફિલ્મ: I Want To Talk (શૂજિત સરકાર)
- લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ: ઝીનત અમાન અને શ્યામ બેનેગલ
- આર.ડી. બર્મન એવોર્ડ: અચિંત ઠક્કર (જિગરા અને Mr. & Mrs. Mahi)
- શ્રેષ્ઠ કોરિયોગ્રાફી: બોસ્કો-સીજર (તૌબા તૌબા – Bad News)
- શ્રેષ્ઠ VFX: મુંજયા
- શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ): અરીજીત સિંહ
- શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (મહિલા): મધુબંટી બાગચી (સ્ત્રી 2)
- શ્રેષ્ઠ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે: રિતેશ શાહ અને તુષાર શીતલ જૈન (I Want To Talk)
- શ્રેષ્ઠ કહાની: આદિત્ય ધાર અને મોનલ ઠક્કર (આર્ટિકલ 370)
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)