ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
બોલીવુડ ફિલ્મ જગતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.
મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાની બાદ હવે ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
ફિલ્મ નિર્માતાએ ટ્વિટર કરીને આ માહિતી આપી છે અને તે લોકોને ટેસ્ટ કરાવવા માટે કહ્યું, જે પણ તાજેતરના દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા હતા.
મધુર ભંડારકરે ટ્વીટ કરીને લખ્યું, હું કોવિડ પોઝિટિવ થયો છુ. સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ હતો તેમ છતા હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. હાલમાં, પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધો છે.
