Site icon News Continuous Bureau | Mumbai

Vikram Bhatt Arrested: ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસે કરી ધરપકડ, અધધ આટલા કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

Vikram Bhatt Arrested: બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટની રાજસ્થાન પોલીસે ૩૦ કરોડના કથિત કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. આ મામલે કુલ ૬ લોકોને આરોપી બનાવાયા હતા.

Filmmaker Vikram Bhatt Arrested by Rajasthan Police

Filmmaker Vikram Bhatt Arrested by Rajasthan Police

News Continuous Bureau | Mumbai

Vikram Bhatt Arrested: બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે લગભગ  ૩૦ કરોડના કથિત છેતરપિંડીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંનેનો મેડિકલ ટેસ્ટ કરાવી લીધો છે.જણાવી દઈએ કે આ સમગ્ર મામલો ઉદયપુરની ‘ઇન્દિરા ગ્રુપ ઑફ કંપનીઝ’ના માલિક સાથે ૩૦ કરોડની છેતરપિંડીનો છે. જેના પછી તેમણે વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતામ્બરી સહિત કુલ ૬ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai: આરાધ્યાનો હાથ પકડવા પાછળનું સાચું કારણ શું? ઐશ્વર્યા રાયે દરેક ઈવેન્ટના વાયરલ વીડિયોનું રહસ્ય ખોલ્યું!

લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી

૭ દિવસ પહેલા જ આ મામલે ઉદયપુર પોલીસે વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટ સહિત ૬ આરોપીઓ વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરી હતી. તમામ આરોપીઓને ૮ ડિસેમ્બર સુધીમાં ઉદયપુર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી.


વાસ્તવમાં, રાજસ્થાનના ‘ઇન્દિરા ગ્રુપ ઑફ કંપનીઝ’ના માલિક એ ૧૭ નવેમ્બરના રોજ વિક્રમ ભટ્ટ સહિત ૮ લોકો વિરુદ્ધ ૩૦ કરોડની છેતરપિંડીની એફઆઈઆર નોંધાવી હતી. તેમનો આરોપ હતો કે એક ઇવેન્ટમાં તેમની મુલાકાત દિનેશ કટારિયા સાથે થઈ હતી. દિનેશે તેમને પત્નીની બાયોપિક બનાવવાની ઓફર આપી અને કહ્યું હતું કે આ ફિલ્મ દ્વારા તેમની પત્નીના યોગદાનને દેશ જાણી શકશે. આ સંબંધમાં દિનેશ કટારિયાએ તેમને મુંબઈ સ્થિત વૃંદાવન સ્ટુડિયો બોલાવ્યા હતા.મુંબઈમાં જ તેમની મુલાકાત ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે કરાવવામાં આવી હતી. તેમણે બાયોપિક બનાવવા પર ચર્ચા કરી હતી. તે જ સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે ફિલ્મ બનાવવાની સંપૂર્ણ જવાબદારી વિક્રમ ભટ્ટ લેશે અને કંપની ના મલિક એ  માત્ર પૈસા મોકલતા રહેવું પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version