Site icon News Continuous Bureau | Mumbai

આર્યન ખાનને છોડાવવા શાહરૂખ ખાન પાસે 25 કરોડ ની કરવામાં આવી હતી માંગણી, આટલા કરોડમાં ફાઇનલ થઇ હતી ડીલ, સમીર વાનખેડે સામેની FIRમાં થયો ખુલાસો

આર્યન ખાનને ડ્રગ કેસમાં થી છોડાવવા માટે શાહરૂખ ખાન પાસે 25 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

Former NCB officer Sameer Wankhede in trouble

આર્યન ખાનને છોડાવવા શાહરૂખ ખાન પાસે 25 કરોડ ની કરવામાં આવી હતી માંગણી, આટલા કરોડમાં ફાઇનલ થઇ હતી ડીલ, સમીર વાનખેડે સામેની FIRમાં થયો ખુલાસો

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 1 મહિનાથી વધુ સમયથી જેલના સળિયા પાછળ હતો, હવે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરનાર પૂર્વ NCB ચીફ સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. CBIના સાક્ષી કેપી ગોસાવીએ ખુલાસો કર્યો છે કે સમીર વાનખેડેએ આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાવવા માટે આર્યન ખાનના પિતા શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની લાંચ માંગી હતી અને બાદમાં ગોસાવીએ પોતે 18 કરોડમાં આ સોદો નક્કી કર્યો હતો. ગોસાવીએ કમિશન તરીકે રૂપિયા 50 લાખ લીધા હતા.સીબીઆઈએ સમીર વાનખેડે સામે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં એ વાત સામે આવી છે કે એનસીબી ચીફના કહેવા પર ગોસાવીએ આર્યન ખાનનું નામ ડ્રગ્સ કેસમાંથી હટાવવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને તેના બદલામાં ખાતરી આપી હતી કે તે આર્યન ખાન ને આમાંથી બહાર લાવશે.

Join Our WhatsApp Channel

 

આટલા રૂપિયા માં ફાઇનલ થઇ હતી ડીલ  

એફઆઈઆર મુજબ, સમીર વાનખેડેએ ગોસાવીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી કે તે કોઈપણ રીતે પૈસાનો વ્યવહાર કરી શકે છે. બાદમાં 18 કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી અને 50 લાખ રૂપિયા પણ ગોસાવીને મળ્યા હતા.આ એફઆઈઆરમાં સમીર વાનખેડે પર આવક કરતા વધારે સંપત્તિ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સમીર વાનખેડેએ તેના વિદેશ પ્રવાસ વિશે ખોટી માહિતી આપી હતી, તેણે તેની લક્ઝરી ઘડિયાળો અને બ્રાન્ડેડ કપડાં વિશે પણ યોગ્ય રીતે જણાવ્યું ન હતું.સીબીઆઈએ NCB સાથે સંકળાયેલા કુલ ચાર લોકો પર આરોપ મૂક્યો છે, જેમાં સમીર વાનખેડે સિવાય વીવી સિંહ, કેપી ગોસાવી, આશિષ રંજન અને ડિસોઝાનો સમાવેશ થાય છે. નોંધનીય છે  કે કેપી ગોસાવી એ જ છે જેણે આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી જ્યારે આર્યન NCB કસ્ટડીમાં હતો.એફઆઈઆરમાં એવો પણ ઉલ્લેખ છે કે સમીર વાનખેડેએ કેપી ગોસાવી અને તેના સહયોગી ડિસોઝાને આર્યન ખાનના પરિવાર પાસેથી કોઈપણ રીતે 25 કરોડ રૂપિયા પડાવવાની પરવાનગી આપી હતી, બાદમાં 18 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી.

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version