Site icon News Continuous Bureau | Mumbai

Udit Narayan FIR: ઉદિત નારાયણ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ! પ્રથમ પત્નીના આરોપથી ગાયકની મુશ્કેલી વધી, મેડિકલ ક્રાઈમ કે અંગત દુશ્મની? જાણો વિગત

Udit Narayan FIR: બિહારના સુપૌલ જિલ્લામાં મહિલા પોલીસ મથકે નોંધાયો કેસ, રંજના ઝાનો દાવો- ઉદિત નારાયણ અને તેમના ભાઈઓએ છેતરીને કરાવ્યું ઓપરેશન.

FIR Filed Against Singer Udit Narayan: First Wife Ranjana Jha Alleges Uterus Removal Without Consent; Case Lodged in Bihar

FIR Filed Against Singer Udit Narayan: First Wife Ranjana Jha Alleges Uterus Removal Without Consent; Case Lodged in Bihar

News Continuous Bureau | Mumbai

Udit Narayan FIR: હિન્દી સિનેમાના પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણ સામે તેમની પ્રથમ પત્ની રંજના ઝાએ બિહારના સુપૌલ જિલ્લામાં ગંભીર આરોપો સાથે એફઆઈઆર (FIR) નોંધાવી છે. રંજના ઝાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ ૧૯૯૬માં તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં લઈ જઈને, તેમની જાણ બહાર અને સંમતિ વગર તેમનું ગર્ભાશય કઢાવી નાખવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સિંગરની પર્સનલ લાઈફ ફરી એકવાર વિવાદોમાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ZNMD 2: બેગ પેક કરી લો! ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ પર સત્તાવાર મહોર: જોયા અખ્તરે સ્ક્રિપ્ટ કરી લોક, ફરી જોવા મળશે ઋતિક-ફરહાન-અભયનો મેજિક

૧૯૯૬ની હોસ્પિટલની ઘટનાનો ચોંકાવનારો દાવો

રંજના ઝાએ દાવો કર્યો છે કે ૭ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ તેમના લગ્ન ઉદિત નારાયણ સાથે થયા હતા. ત્યારબાદ ઉદિત સિંગિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યા અને અહીં બીજી વાર લગ્ન કરી લીધા. રંજનાના જણાવ્યા મુજબ, ૧૯૯૬માં ઉદિત નારાયણ અને તેમના બે ભાઈઓ (સંજય અને લલિત ઝા) તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ઉદિતની બીજી પત્ની દીપા પણ હાજર હતી. રંજનાનો આરોપ છે કે ઓપરેશન દરમિયાન તેમને કહ્યા વગર તેમનું ગર્ભાશય દૂર કરવામાં આવ્યું હતું, જેની જાણ તેમને ઘણા સમય પછી સારવાર દરમિયાન થઈ હતી.


જના ઝાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, આ ઘટનાને કારણે તેમના જીવન પર ખૂબ જ ઊંડી અસર પડી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ૨૦૦૬માં તેઓ મદદ માંગવા માટે મુંબઈ સ્થિત ઉદિત નારાયણના ઘરે ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને અને તેમની બીજી પત્નીએ કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તેઓ નેપાળ પણ ગયા હતા, જ્યાં પણ તેમને કોઈ જ મદદ મળી નહોતી. હાલમાં તેઓ ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. આ ગંભીર આક્ષેપો બાદ સુપૌલના મહિલા પોલીસ સ્ટેશને મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. જોકે, અત્યાર સુધી આ સમગ્ર વિવાદ પર ઉદિત નારાયણ કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી. રંજના ઝાએ અગાઉ પણ છેતરપિંડીના આરોપો લગાવ્યા હતા, પરંતુ આ વખતે ગર્ભાશય કઢાવી નાખવાના આરોપે સોશિયલ મીડિયા પર અને બોલીવુડમાં ચર્ચા જગાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version