Site icon

રાખી સાવંતના પતિ આદિલ પર નોંધાયો બળાત્કારનો કેસ, ઈરાની વિદ્યાર્થી એ નોંધાવી FIR

રાખી સાવંતના પતિ આદિલ ખાન વિરુદ્ધ મૈસૂરમાં FIR નોંધવામાં આવી છે. ઈરાની વિદ્યાર્થીએ મૈસૂરના વીવી પુરમ પોલીસ સ્ટેશનમાં આદિલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આદિલ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 417,420, 504 અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

fir of rape case registered against rakhi sawant husband adil khan in mysore

રાખી સાવંતના પતિ આદિલ પર નોંધાયો બળાત્કારનો કેસ, ઈરાની વિદ્યાર્થી એ નોંધાવી FIR

News Continuous Bureau | Mumbai

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ રાખીએ આદિલ પર મારપીટ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, આદિલ ખાન વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ઈરાનની એક વિદ્યાર્થીનીએ આદિલ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.

Join Our WhatsApp Community

 

આદિલ વિરુદ્ધ ઈરાની યુવતીએ પોલીસમાં કરી ફરિયાદ 

રાખી સાવંતના પતિ આદિલ ખાન વિરુદ્ધ મૈસૂરમાં FIR નોંધવામાં આવી છે. ઈરાની વિદ્યાર્થીએ મૈસૂરના વીવી પુરમ પોલીસ સ્ટેશનમાં આદિલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આદિલ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 417,420, 504 અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.મળતી માહિતી મુજબ ઈરાનથી એક વિદ્યાર્થી મૈસૂરમાં ડોક્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરવા ભારત આવી હતી. તે છોકરી આદિલ ખાનને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડા માં મળી હતી. આદિલ તે ફૂડ આઉટલેટનો માલિક હતો. ધીરે ધીરે બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી.

 

આદિલ વિરુદ્ધ નોંધાયો રેપનો કેસ 

ફરિયાદ અનુસાર, ઈરાની વિદ્યાર્થીએ આદિલ પર મૈસૂરના એક એપાર્ટમેન્ટમાં જ્યાં તેઓ સાથે રહેતા હતા ત્યાં લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ ઈરાની યુવતીએ 5 મહિના પહેલા જ્યારે આદિલ સાથે લગ્ન કરવાની માંગ કરી તો તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે તેના જેવી ઘણી છોકરીઓ સાથે તેના આ રીત ના સંબંધો છે.જ્યારે યુવતીએ આદિલને ધમકી આપી કે તે પોલીસ ફરિયાદ કરવા જઈ રહી છે, ત્યારે તેણે તેને બે મોબાઈલ નંબર પરથી સ્નેપચેટ પર યુવતીની કેટલીક ઈન્ટિમેટ તસવીરો મોકલી હતી. યુવતીએ ફરિયાદમાં બંને ફોન નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. આદિલે યુવતીને ધમકી આપી હતી કે તે તે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે અને તેના માતા-પિતાને પણ મોકલી દેશે. તેણે ધમકી પણ આપી હતી કે જો યુવતી તેની સામે કોઈ ફરિયાદ કરશે તો તે તેને મારી નાખશે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version