Site icon

મહાનાયક અમિતાભ બચ્ચનનો શો KBC ફરી એક વખત વિવાદમાં સપડાયો, આ કારણસર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો લાગ્યો આરોપ… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
03 નવેમ્બર 2020
ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય રિયાલિટી કવિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' સિઝન 12 લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ શો દરમિયાન પૂછાયેલા પ્રશ્નો પર ઘણા લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો.છે. તેનું કારણ એક એપિસોડમાં પૂછવામાં આવેલ એક સવાલ છે. હકીકતમાં તાજેતરમાં જ આ શોમાં 'મનુ સ્મૃતિ'ને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તે સવાલ છે – ડૉ.બી.આર.આંબેડકર અને તેમના અનુયાયીઓ દ્વારા કયા ગ્રંથની નકલો સળગાવી દેવામાં આવી હતી ? 'આ પ્રશ્ન માટે આ ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા.


એ) વિષ્ણુ પુરાણ
બી) ભગવદ ગીતા
સી) રૂગ્વેદ
ડી) મનુ સ્મૃતિ.
 
પ્રશ્નનો જવાબ આપ્યા પછી અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું હતું કે 1927માં ડૉ.બી.આર.આંબેડકરે જાતિના ભેદભાવ અને અસ્પૃશ્યતાને વૈચારિક રૂપે યોગ્ય ગણાવવા માટે તેમણે પ્રાચીન હિન્દુ ગ્રંથ 'મનુસ્મૃતિ' ની નિંદા કરી હતી. પરંતુ આ પ્રશ્ન નેટીઝન્સને ગમ્યો ન હતો, જેથી ઘણા લોકોએ વામપંથી પ્રચારના પ્રદર્શનનો શો પર આરોપ લગાવવાનું શરૂ કર્યું છે. જ્યારે અન્ય લોકોએ તેને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડ્યું હોવાનું જણાવ્યું છે.
 
'કૌન બનેગા કરોડપતિ' અને તેના હોસ્ટ અમિતાભ બચ્ચન સામે લખનૌમાં એફઆઈઆર નોંધાઈ છે. આપ ને જણાવી દઈએ કે આ એપિસોડમાં સામાજિક કાર્યકરો બેઝવાડા વિલ્સન અને અભિનેતા અનૂપ સોની મહેમાન તરીકે આવ્યા હતા.

Join Our WhatsApp Community
Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો
Honey Singh Mumbai Concert FIR: યો યો હની સિંહ કોન્સર્ટ વિવાદમાં: એરપોર્ટ પાસે લેઝર લાઈટના ઉપયોગથી ખળભળાટ, મુંબઈ પોલીસની કડક કાર્યવાહી
Bhooth Bangla Release Date: અક્ષય કુમારના ‘ભૂત બંગલા’માં રિલીઝ ડેટનું ભૂત! કન્ફ્યુઝન દૂર કરવા મેદાનમાં આવ્યા મેકર્સ, જાણો ફાઈનલ ડેટ
Ajay Devgn New Project: અજય દેવગણનો મોટો ધડાકો: સત્ય ઘટના પર આધારિત નવા પ્રોજેક્ટની કરી જાહેરાત! જાણો કઈ રિયલ સ્ટોરી પર બનશે ફિલ્મ?
Exit mobile version