Site icon News Continuous Bureau | Mumbai

Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ ની મુશ્કેલી માં વધારો થયો છે. બંને બોલિવૂડ સ્ટાર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો

FIR registered against Shreyas Talpade and Alok Nath

FIR registered against Shreyas Talpade and Alok Nath

News Continuous Bureau | Mumbai 

Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ ની મુશ્કેલી માં વધારો થયો છે. બંને બોલિવૂડ સ્ટાર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.આ FIR હરિયાણાના સોનીપત જિલ્લાના એક રહેવાસી દ્વારા મુર્થલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ વ્યક્તિ એ દાવો કર્યો છે કે ઇન્દોર (મધ્યપ્રદેશ) માં નોંધાયેલ માનવ કલ્યાણ ક્રેડિટ સહકારી સોસાયટી 50 લાખથી વધુ લોકોના કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ છે. ફરિયાદી એ એમ પણ કહ્યું કે શ્રેયસ તલપડે અને આલોક નાથે આ કંપનીને પ્રમોટ કરી હતી. તેમજ સોનુ સૂદ આ કંપનીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Chhava trailer: છાવા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, 2 કલાક માં મળ્યા અધધ આટલા વ્યૂઝ

શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર 

ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ કંપનીએ 6 વર્ષ સુધી લોકો પાસેથી પૈસા એકત્રિત કર્યા. કંપનીએ લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય માધ્યમો દ્વારા કંપનીમાં નાણાંનું રોકાણ કરશે તો તે વધુ વળતર આપશે. કંપની એ શરૂઆતમાં કેટલાક લોકોને પૈસા પણ આપ્યા. પરંતુ હવે કંપની લોકોના પૈસા પરત કરવામાં ખચકાટ અનુભવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ મીડિયા શ્રેયસ તલપડે અને આલોક નાથ એ આ સોસાયટીની રોકાણ યોજનાઓને પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે કે સોનુ સૂદે પણ તેના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી


હવે રોકાણકારો એ છેતરપિંડીનો આરોપ લગાવતા પોલીસમાં FIR નોંધાવી છે. પોલીસે શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત ૧૩ લોકો સામે કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), (૪) બીએનએસ હેઠળ કેસ નોંધ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version