Site icon News Continuous Bureau | Mumbai

Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો

Disha Patani Bareilly Home: પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય પર ટિપ્પણીના કારણે દિશાની બહેન ખુશબૂ પટની ના ઘરના બહાર ફાયરિંગ, ગેંગે સોશિયલ મીડિયા પર લીધી જવાબદારી

Firing Outside Disha Patani Bareilly Home Gang Threatens Bollywood Over Religious Remarks

Firing Outside Disha Patani Bareilly Home Gang Threatens Bollywood Over Religious Remarks

News Continuous Bureau | Mumbai

Disha Patani Bareilly Home: બોલીવૂડ અભિનેત્રી દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ફાયરિંગ થયું હતું. આ ઘટનાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોડારા સાથે જોડાયેલા વિરેન ચારણ અને મહેન્દ્ર સારણે લીધી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે દિશાની બહેન ખુશબૂ પટનીએ પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર

દિશા પટની ના ઘર ની બહાર ફાયરિંગ, પરિવાર સુરક્ષિત

દિશા પટની ના પિતા જગદીશ પટની, માતા અને બહેન ખુશબૂ પટની બરેલીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા વિલા નં. 40માં રહે છે. ઘટનાના સમયે પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો. હુમલાખોરોએ લગભગ 10-12 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા. પોલીસે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસો જપ્ત કર્યા છે અને ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.વિરેન ચારણ અને મહેન્દ્ર સારણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ તો માત્ર ટ્રેલર છે. જો ફરીથી કોઈએ અમારા ધર્મ કે સંતોનું અપમાન કર્યું તો ઘરમાંથી કોઈ જીવતો નહીં બચે.” આ સંદેશો માત્ર દિશા માટે નહીં, પણ આખા ફિલ્મ ઉદ્યોગ માટે છે. તેમણે કહ્યું કે તેઓ ધર્મની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.


ખુશબૂ પટની, જે પૂર્વ આર્મી મેજર છે, સોશિયલ મીડિયા પર પોતાના નિડર અભિપ્રાય માટે જાણીતી છે. થોડા સમય પહેલા અનિરુદ્ધાચાર્ય દ્વારા મહિલાઓ વિશે આપેલ વિવાદાસ્પદ નિવેદન સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, કેટલાક લોકોએ તેને પ્રેમાનંદ મહારાજ સામેનો હુમલો માની લીધો, જેના કારણે આ વિવાદ ઊભો થયો. ખુશબૂએ સ્પષ્ટતા કરી હતી કે તેમની ટિપ્પણી માત્ર અનિરુદ્ધાચાર્ય માટે હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version