Site icon

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા કેસમાં ફોરેન્સિક ટીમની ટેલિવિઝન શોના સેટ પર તપાસ હાથ ધરવામાં આવી

તુનિષા મૃત મળી આવી તે દિવસે પહેરેલાં કપડાં, તેની જ્વેલરી જપ્ત કરવામાં આવ્યાં હતાં. ઘટનાનાદિવસે સહ-કલાકાર શેહઝાન ખાને પહેરાં કપડાં અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે સેટ પર શનિવારે હાજર હતા તેમના સહિત 16 જણનાં નિવેદન નોંધ્યાં છે.

Forensic Team Visits TV Show Set, Seizes Tunisha Sharmas Belongings

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા કેસમાં ફોરેન્સિક ટીમની ટેલિવિઝન શોના સેટ પર તપાસ હાથ ધરવામાં આવી

 News Continuous Bureau | Mumbai

અભિનેત્રી તુનિષા શર્મા મૃત્યુ કેસમાં વધુ તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે સોમવારે વસઈમાં કામણ રોડ ખાતે ટેલિવિઝન શોના સેટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે તુનિષાએ જેના થકી ફાંસો ખાધો તે ક્રેપ બેન્ડેજ સહિત વિવિધ સામગ્રીઓ જપ્ત કરી હતી.કાલીના લેબની ફોરેન્સિક ટીમ સોમવારે સેટ પર ગઈ હતી. તુનિષા મૃત મળી આવી તે દિવસે પહેરેલાં કપડાં, તેની જ્વેલરી જપ્ત કરવામાં આવ્યાં હતાં. 

Join Our WhatsApp Community

ઘટનાના દિવસે સહ-કલાકાર શેહઝાન ખાને પહેરાં કપડાં અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સેટ પર શનિવારે હાજર હતા તેમના સહિત 16 જણનાં નિવેદન નોંધ્યાં છે. શેહઝાનની આ કેસમાં રવિવારે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.શેઝાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેમની વચ્ચે પ્રેમસંબંધ ફક્ત ત્રણ મહિના જ ટકી શક્યો હતો. બંને વચ્ચે ઉંમરનું અંતર પણ અવરોધરૂપ હતું, એમ પોલીસે જણાવ્યું હતું. જોકે દક્ષિણ દિલ્હીમાં આજ્ઞાબ પૂનાવાલા દ્વારા તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની અત્યંત ક્રૂરતાથી હત્યા કરવામાં આવી તેની પાર્શ્વભૂમાં શેહઝાન અને તુનિષા વચ્ચે બ્રેક-અપ થયું એવા કોઈ પુરાવા હજુ મળ્યા નથી, એમ પોલીસે સ્પષ્ટ કર્યું હતું. અલીબાબા- દાસ્તાન-એ-કાબુલમાં મરિયમનું મુખ્ય પાત્ર ભજવતી તુનિયા શનિવારે બપોરે આ સેટ ૫૨ વોશરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. રાજ્યના મંત્રી ગિરીશ મહાજને આરોપ કર્યો કે આ લવ જિહાદનો મામલો છે અને રાજ્ય દ્વારા આવી ઘટનાઓ રોકવા માટે કઠોર કાયદો લાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Kia EV9 કોન્સેપ્ટ SUVનો ટીઝર વિડિયો રિલીઝ, ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થશે, જાણો સંભવિત ફીચર્સ

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version