Site icon News Continuous Bureau | Mumbai

કોમેડિયન એક્ટર કપિલ શર્માની બાયોપિકની થઇ ઘોષણા, ફિલ્મનું ટાઈટલ થયું જાહેર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

 કરોડો લોકોના ચહેરા પર સ્મિત ફેલાવનાર કપિલ શર્માએ મહેનતના દમ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. કપિલ શર્મા આજે જે ઉચ્ચ પદ પર છે તે તેની મહેનત અને પ્રતિભાને કારણે છે. કપિલ શર્માનો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નહોતો પરંતુ તેણે પોતાના માટે એક રસ્તો બનાવ્યો અને આજે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં તેનું નામ છે.કપિલ શર્માની પંજાબના એક નાનકડા ગામથી કોમેડી કિંગ બનવા સુધીની સફર ઘણી પ્રેરણાદાયી રહી છે. ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યા બાદ કપિલ શર્મા આજે પોતાની ચમક ફેલાવી રહ્યો છે. કપિલ શર્માના ફેન્સ માટે તાજેતરમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. ચાહકોને હવે મોટા પડદા પર તેમના મનપસંદ સ્ટાર કપિલ શર્માની સંપૂર્ણ બાયોગ્રાફી જોવા મળશે.

‘કિસ કિસકો પ્યાર કરું’ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર કપિલ શર્માની ટૂંક સમયમાં બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર કપિલ શર્માની હવે પોતાની બાયોગ્રાફી હશે જે મોટા પડદા પર રિલીઝ થશે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર મહાવીર જૈને જાહેરાત કરી છે કે કોમેડી કિંગ કપિલ શર્માની બાયોપિક ફિલ્મ ‘ફનકાર’ નું નિર્માણ લાયકા પ્રોડક્શન હેઠળ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન ફુકરેના દિગ્દર્શક મૃગદીપ સિંહ લામ્બા કરશે અને સુભાષકરન દ્વારા રજૂ કરવામાં આવશે.

વિદ્યુત જામવાલે તેના પ્રોડક્શન હાઉસ ની પહેલી ફિલ્મ 'IB 71'નું શરૂ કર્યું શૂટિંગ, આ વિષય પર આધારિત છે ફિલ્મ ની વાર્તા; જાણો વિગત

મૃગદીપ સિંહ લાંબા, જેઓ ફિલ્મ ફુકરે 3 ની તૈયારી કરી રહ્યા છે, કપિલ શર્માની બાયોપિક પર બોલતા કહ્યું કે તેઓ ભારતના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી કપિલ શર્માની વાર્તાને દર્શકો સમક્ષ લાવવા માટે તૈયાર છે. કપિલ શર્મા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર શો 'કપિલ શર્માઃ આઈ એમ નોટ ડન'માં જોવા મળશે. કપિલ શર્મા આ શો દ્વારા ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

 

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version