News Continuous Bureau | Mumbai
‘saiyaara videos: સૈયારા’ ફિલ્મે રિલીઝ થયા પછી દેશભરમાં દર્શકોમાં અનોખો ક્રેઝ ઉભો કર્યો છે. મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ હોવા છતાં, લોકો થિયેટરમાં રડી પડતા, ગીતો પર નાચતા અને ભાવનાત્મક રીતે હચમચી જતા જોવા મળ્યા છે. એક યુવતી તો ફિલ્મ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Saiyaara: સૈયારા ના મેકર મોહિત સુરી થયા ટ્રોલ, આ કોરિયન મુવી ની કોપી છે અહાન પાંડે ની ફિલ્મ
‘સૈયારા’ જોઈને યુવતી બેહોશ, થિયેટરમાં મચી અફરાતફરી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો માં જોવા મળે છે કે એક યુવતી ‘સૈયારા’ ફિલ્મ જોતી વખતે અચાનક બેહોશ થઈ ગઈ. લોકો તેની આસપાસ ભેગા થઈ ગયા અને તેને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. એક મહિલા પાણી છાંટતી જોવા મળી, જ્યારે કેટલાક લોકો એમ્બ્યુલન્સ બોલાવવાની વાત કરતા હતા.આવા તો ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
Beware of Korean Movies and their Indian remakes like #Saiyaara
It can harm your Mental wellness and make you act like a Chapri for no reason. pic.twitter.com/mP1U2xHd4n— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 22, 2025
Wtaf is this???😭
pic.twitter.com/hEL1dvD0Es— Ghar Ke Kalesh (@gharkekalesh) July 20, 2025
હવે પ્રશ્ન એ થાય છે કે શું સૈયારા ખરેખર એટલી ભાવનાત્મક ફિલ્મ છે કે લોકો પોતાને કાબુમાં રાખી શકતા નથી, કે પછી આ બધું પબ્લિસિટી સ્ટંટ છે? જુઓ, તેમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ પ્રેમ, ભાવના અને નાટકથી ભરેલી છે , આ ફિલ્મ ના ગીતો ઘણા સારા છે પણ ફિલ્મ ની સ્ક્રિપ્ટ બકવાસ છે પરંતુ આ ફિલ્મ જોયા પછી, જે રીલ્સ બની રહી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, આ નમૂનાઓ વાયરલ થવા માટે આવા સ્ટંટ કરી રહ્યા છે.અથવા તો આને ફિલ્મ ને હિટ બનાવવાનો પેંતરો પણ કહી શકાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)