Site icon News Continuous Bureau | Mumbai

Gadar 2 : સિનેમાના ઈતિહાસ માં ‘ગદર 2’નો સૌથી મોટો રેકોર્ડ, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા થી ગુંજી ઉઠ્યા થિયેટર

 સની દેઓલ ની ફિલ્મ ગદર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. અભિનેતાએ શાહરૂખ ખાનની 'પઠાણ'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Gadar 2 box office collection in the history of indian cinema

Gadar 2 box office collection in the history of indian cinema

News Continuous Bureau | Mumbai 

Gadar 2 : બોલિવૂડ અભિનેતા સની દેઓલ એ ધમાકેદાર વાપસી કરી છે.અભિનેતાની ગર્જના બોક્સ ઓફિસ પર ગુંજી રહી છે. સની પાજી ની તાજેતરની રિલીઝ થયેલી ગદર 2 પણ વર્ષ 2000ની જેમ ઈતિહાસ રચી રહી છે. 22 વર્ષ પછી રિલીઝ થયા બાદ પણ ફિલ્મના બીજા ભાગને ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનિલ શર્માના ડાયરેક્શને ફરી એકવાર હિન્દી દર્શકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે. સ્વતંત્રતા દિવસ પર ગદર 2 એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે મંગળવારે 15 ઓગસ્ટે ઐતિહાસિક 53 કરોડની કમાણી કરી લીધી છે. હિન્દી સિનેમામાં આ એક ઈતિહાસ બની ગયો છે. સિનેમાના ઈતિહાસમાં આજ સુધી 15 ઓગસ્ટે રિલીઝ થયેલી કોઈ હિન્દી ફિલ્મે આટલી કમાણી કરી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yashica Dutt :  વખાણ પછી વિવાદોમાં આવી ‘મેડ ઇન હેવન 2’, લેખકે મેકર્સ પર લગાવ્યો આ આરોપ

ગદર 2 એ કમાણી ના મામલે રચ્યો ઇતિહાસ

આઝાદીનો આ દિવસ ‘ગદર 2’ માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે. આ ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર 55 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગદર 2 એ શાહરૂખ ખાનની ‘પઠાણ’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. મંગળવારના કલેક્શન બાદ ‘ગદર 2’નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 228.58 કરોડ થઈ ગયું છે. એક અઠવાડિયામાં જ આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ગદર 2 વિશે વાત કરીએ તો ફિલ્મમાં અભિનેતા સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ગદરઃ એક પ્રેમ કથાને આગળ લઈ જાય છે. અનિલ શર્માએ તેનું નિર્દેશન કર્યું છે.

Nevan Nigam Debut સોનુ નિગમના પુત્ર નેવાનનું ડેબ્યુ પિતાએ જણાવી સફરની કહાણી
Kareena Kapoor Royal Diwali Look દિવાળી પર કરીના કપૂરે બતાવ્યો નવાબી અંદાજ, પાઘડી પર લાગેલી કલગીમાં છુપાયેલું છે ખાનદાની રહસ્ય
Ranbir-Alia First Diwali નવા ઘરમાં રણબીરઆલિયાએ મનાવી પહેલી દિવાળી, સાથે નજરે પડી નીતુ કપૂર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Ramayana Box Office રામાયણ માટે શાનદાર રહી દિવાળી, વીકએન્ડ પર વધી દર્શકોની ભીડ માત્ર 4 દિવસમાં આટલા કરોડ પાર પહોંચ્યું કલેક્શન
Exit mobile version