Site icon News Continuous Bureau | Mumbai

Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

Gadar 3 Movie Update સની દેઓલની આઇકોનિક ફિલ્મ ‘ગદર’ ના ૨૫ વર્ષ પૂરા થતાં અનિલ શર્માએ આપી મોટી ખુશખબર, ન્યુક્લિયર બોમ્બ જેવી હશે વાર્તા

Gadar 3 Movie Update  ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Gadar 3 Movie Update બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની ઐતિહાસિક અને ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ગદર’ ના ચાહકો માટે એક બહુ જ મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૦૧ માં રિલીઝ થયેલી મૂળ ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ એ પોતાના સફળ ૨૫ વર્ષ પૂરા કરી લીધા છે અને આ ખાસ અવસરે ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ ‘ગદર ૩’ ને લઈને સત્તાવાર કન્ફર્મેશન આપી દીધું છે.

Gadar 3 Movie Update – વર્ષ ૨૦૨૭ માં શરૂ થશે સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર ૩’ નું શૂટિંગ

લાંબા સમયથી સોશિયલ મીડિયા અને સિનેમા જગતમાં ‘ગદર ૩’ બનશે કે કેમ તેને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ અત્યાર સુધી મેકર્સ આ વિષય પર મૌન સેવી રહ્યા હતા. હવે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્માએ પોતે જ આ પ્રોજેક્ટ પરથી પડદો ઉઠાવતા જણાવ્યું છે કે ‘ગદર ૩’ ચોક્કસપણે બનશે. તેમણે ખુલાસો કર્યો છે કે જો બધું નક્કી કરેલા પ્લાન મુજબ યોગ્ય ટ્રેક પર રહેશે, તો તેઓ આગામી વર્ષ 2027 માં આ મેગા બજેટ એક્શન ડ્રામા ફિલ્મનું શૂટિંગ ધામધૂમથી શરૂ કરી દેશે. આ જાહેરાત બાદ સની પાજીના દેશભરના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gadar 3 Movie Update – ગદર ૧ બોમ્બ અને ગદર ૨ એટમ બોમ્બ હતી, ત્રીજો ભાગ ન્યુક્લિયર બોમ્બ જેવો ધમાકેદાર હશે

ત્રીજા ભાગની વાર્તા અને સ્કેલ વિશે વાત કરતા ડાયરેક્ટર અનિલ શર્માએ ખૂબ જ રસપ્રદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ફ્રેન્ચાઇઝી સાથે કરોડો લોકોની લાગણીઓ અને અપેક્ષાઓ જોડાયેલી હોવાથી આ ફિલ્મ બનાવવી એ એક ખૂબ જ મોટી જવાબદારી છે. તેમણે ઉમેર્યું, “મારા માટે જો ‘ગદર’ ની વાર્તા એક સામાન્ય બોમ્બ સમાન હતી, તો જ હું ‘ગદર ૨’ ને એટમ બોમ્બ બનાવી શક્યો જેણે બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો. હવે જો મારી પાસે કોઈ ન્યુક્લિયર બોમ્બ જેવી સુપર પાવરફુલ વાર્તા હશે, તો જ હું ત્રીજો ભાગ સ્ક્રીન પર લાવીશ.” હાલમાં તેઓ રાત-દિવસ ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ પર ખૂબ જ બારીકાઈથી કામ કરી રહ્યા છે.

Gavu 3 Movie Update – ગદર ફ્રેન્ચાઇઝીની કમાણીનો ઇતિહાસ, ૧૮ કરોડના બજેટ સામે ૬૮૬ કરોડનો વકરો કર્યો હતો

સની દેઓલ અને અમીષા પટેલની જોડી ધરાવતી આ સુપરહિટ ફ્રેન્ચાઇઝીનો બિઝનેસ રેકોર્ડ અત્યંત અદભુત રહ્યો છે. વર્ષ ૨૦૦૧ માં જ્યારે ‘ગદર’ રિલીઝ થઈ ત્યારે તેનું કુલ બજેટ માત્ર ૧૮ કરોડ રૂપિયા હતું અને તેણે તે જમાનામાં બોક્સ ઓફિસ પર ધમાકો મચાવીને વિશ્વભરમાં ૧૩૨ કરોડ રૂપિયાનું ઐતિહાસિક કલેક્શન કર્યું હતું. ત્યારબાદ બરાબર ૨૨ વર્ષ પછી વર્ષ ૨૦૨૩ માં ૬૦ કરોડના બજેટ સાથે આવેલી ‘ગદર ૨’ એ કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ૬૮૬ કરોડ રૂપિયાથી વધુનો છપ્પરફાડ વકરો કર્યો હતો, જે સની દેઓલના કરિયરની સૌથી મોટી હિટ સાબિત થઈ છે. હવે ‘ગદર ૩’ આ બંને ફિલ્મો કરતાં પણ વધુ ભવ્ય સ્તરે બનાવવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version