Site icon

Game changer: પુષ્પા 2 પછી હવે ગેમ ચેન્જર ના ઇવેન્ટ બાદ થયા બે યુવકોના મૃત્યુ,શું રામ ચરણ નો પણ થશે અલ્લુ અર્જુન જેવો હાલ?

Game changer: 'ગેમ ચેન્જર' 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટમાંથી પરત ફરતી વખતે રોડ અકસ્માતમાં બે યુવકોના નિધન થયા છે.આ નિધન ને લઈને ફિલ્મ ના નિર્માતા એ એક નિર્ણય લીધો છે.

game changer pre release event two youths dies while returning ram charan movie event

game changer pre release event two youths dies while returning ram charan movie event

News Continuous Bureau | Mumbai

Game changer: ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલોમા માં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળશે. બંને સ્ટાર્સ તેમની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. તાજેતર માં ફિલ્મ ગેમ ચેન્જર ની પ્રિ રિલીઝ ઇન્વેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ ઈવેન્ટમાંથી પરત ફરતી વખતે રોડ અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. આ અકસ્માત બાદ પવન કલ્યાણ અને ફિલ્મ ‘ગેમ ચેન્જર’ના નિર્માતાએ મૃતકોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: દર રવિવારે પોલીસ સ્ટેશન માં હાજરી આપશે પુષ્પા, જાણો બીજી કઈ શરતો પર મળ્યા છે અલ્લુ અર્જુન ને જામીન

ગેમ ચેન્જર ના ઇવેન્ટ બાદ થયા બે યુવકો ના મૃત્યુ 

ગેમ ચેન્જરની પ્રી-રીલીઝનું આયોજન આંધ્રપ્રદેશના રાજમહેન્દ્રવરમ (રાજમુન્દ્રી)માં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અભિનેતા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ મુખ્ય અતિથિ હતા. આ ઇવેન્ટ માંથી પરત ફરતી વખતે બે યુવકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજી બાજુથી આવી રહેલી એક વાન એ  તેને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારબાદ બંનેના મોત થયા હતા. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધ્યો છે. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે આ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને બંને મૃતકોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ના નિર્માતા દિલ રાજુએ બંને મૃતકોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.


આ સમાચાર સામે આવ્યા બાદ રામ ચરણ ના ચાહકો ને ચિંતા થઇ રહી છે કે ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઈવેન્ટ બાદ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ રામ ચરણ ની હાલત પણ અલ્લુ અર્જુન જેવી થશે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version