Site icon

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પ્રથમ સમીક્ષા : જાણો રણબીર કપૂરે ગંગુબાઈ કાઠિયાવાડી જોઈને આલિયા ભટ્ટ વિશે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આગામી વર્ષની શરૂઆતમાં પોતાની નવી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' સાથે દર્શકો સામે આવશે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું છે, જે આ યુગના સૌથી તેજસ્વી નિર્દેશકોમાંના એક છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' સંજય લીલા ભણસાલીનો વર્ષોથી અટકેલો પ્રોજેક્ટ હતો, જેને તેઓ પ્રિયંકા ચોપરા સાથે બનાવવા માગતા હતા. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, જેને જોવા પ્રેક્ષકો ખૂબ ઉત્સાહિત છે. દર્શકો તેને અલગ અવતારમાં જોવા માટે બેચેન છે. ફિલ્મના પોસ્ટરોએ દર્શકોની જિજ્ઞાસા વધારી છે.

તાજેતરના અહેવાલ અનુસાર, રણબીર કપૂરે 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોઈ છે અને તે આલિયા ભટ્ટના અભિનયથી ખૂબ પ્રભાવિત છે. રણબીર આજકાલ જેને પણ મળી રહ્યો છે તેની સામે ગંગુબાઈ કાઠિયાવાડીની પ્રશંસા કરી રહ્યો છે. રણબીર કપૂરના જણાવ્યા મુજબ નિર્દેશક સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટને સંપૂર્ણપણે અલગ અવતારમાં રજૂ કરી છે. આલિયાએ તેના પાત્રને પડદા પર એવી રીતે જીવંત  કર્યું છે કે દર્શકો ચોંકી જાય. રણબીર કપૂરને પણ લાગે છે કે આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળશે.

‘તારક મહેતા…’ બબિતાજી અને વરુણ ધવનની રોમૅન્ટિક તસવીર થઈ લીક! બંને એકબીજાની બાહોમાં, જાણો હવે જેઠાલાલનું શું થશે?

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અજય દેવગણ આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં ખાસ કેમિયો કરશે. સંજય લીલા ભણસાલીના સારા મિત્ર અજય દેવગણ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં ગૅન્ગસ્ટરનો રોલ કરે છે, જે ઈમાનદાર છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણની આ એકસાથે બીજી ફિલ્મ હશે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' ઉપરાંત બંને કલાકારો એસ. એસ. રાજામૌલીની 'ટ્રિપલ આર' (RRR)માં પણ સાથે જોવા મળશે. 'ટ્રિપલ આર' પણ આવતા વર્ષની શરૂઆતમાં થિયેટરોમાં આવશે. 'ટ્રિપલ આર'માં અજય દેવગણનો ખાસ કેમિયો છે, જેના માટે તેણે શૂટિંગ પૂર્ણ કર્યું છે.  

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version