Site icon

Gauri Khan: ગૌરી ખાન તેના સ્ટાફ નું પણ રાખે છે આ રીતે ધ્યાન, કર્મચારી માટે ભાડે લીધેલા ફ્લેટ માટે ચૂકવે છે અધધ આટલા રૂપિયા

Gauri Khan: ગૌરી ખાન ના ઘર મન્નત માં રિનોવેશનના કારણે તેને સ્ટાફ માટે ખારમાં 725 સ્ક્વેર ફૂટનો ફ્લેટ ભાડે લીધો છે.

Gauri Khan Rents Lavish Apartment for Staff at 1.35 Lakh per Month

Gauri Khan Rents Lavish Apartment for Staff at 1.35 Lakh per Month

News Continuous Bureau | Mumbai 

Gauri Khan: શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનમાત્ર પરિવાર માટે નહીં, પણ પોતાના સ્ટાફ માટે પણ ખાસ કાળજી લે છે. તાજેતરમાં ગૌરી ખાને મુંબઈના ખાર વિસ્તારમાં પંકજ સોસાયટીમાં 725 સ્ક્વેર ફૂટનો એક લક્ઝુરિયસ ફ્લેટ પોતાના સ્ટાફ માટે ભાડે લીધો છે. આ ફ્લેટ નું માસિક ભાડું 1.35 લાખ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bigg Boss 19: બિગ બોસ 19 માં જોવા મળી શકે છે બોલિવૂડ ની આ વિવાદિત અભિનેત્રી, સલમાન ખાન સાથે કરી ચુકી છે કામ

સ્ટાફ માટે ખાસ વ્યવસ્થા

મીડિયા રિપોર્ટ મુજબ ગૌરી ખાને પંકજ સોસાયટીના ચોથા માળે આવેલો ફ્લેટ સ્ટાફના ઉપયોગ માટે ભાડે લીધો છે. આ ફ્લેટ શાહરુખના નવા ઘરથી માત્ર 100 મીટર દૂર છે. રેન્ટ એગ્રીમેન્ટ મુજબ, આ ફ્લેટ ત્રણ વર્ષ માટે ભાડે લેવામાં આવ્યો છે અને દર વર્ષે ભાડામાં 5% નો વધારો થશે.ગૌરી ખાને આ ફ્લેટ માટે  4.05 લાખનો સિક્યુરિટી ડિપોઝિટ પણ ભરી છે. આ વ્યવસ્થા સ્ટાફના આરામ અને સુવિધા માટે કરવામાં આવી છે, જે શાહરુખ અને ગૌરીના માનવીય અભિગમને દર્શાવે છે.


શાહરુખ ખાનના ઘર મન્નત માં રિનોવેશન ચાલી રહ્યું છે, જેના કારણે પરિવાર પાલી હિલના બે ડુપ્લેક્સ ફ્લેટમાં ત્રણ વર્ષ માટે શિફ્ટ થયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version