Site icon News Continuous Bureau | Mumbai

Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન ની રેસ્ટોરન્ટ માં નકલી પનીર પીરસવાના યુટ્યૂબર ના દાવા પર ટોરી એ આપી આવી સ્પષ્ટતા

Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન એક રેસ્ટોરન્ટ ચલાવે છે જેનું નામ ટોરી છે. તાજેતર માં એક યુટ્યૂબરે દાવો કર્યો હતો કે આ રેસ્ટોરન્ટ માં નકલી પનીર પીરસવામાં આવે છે જેના પર ટોરી ની ટિમ એ સ્પષ્ટતા આપી છે.

Gauri Khan Restaurant Torii Responds to Claims of Serving Fake Paneer

Gauri Khan Restaurant Torii Responds to Claims of Serving Fake Paneer

News Continuous Bureau | Mumbai

Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન એક રેસ્ટોરન્ટ ચલાવે છે જેનું નામ ટોરી છે.આ આલીશાન રેસ્ટોરન્ટ માં ઘણા સેલેબ્સ આવે છે અને ભોજન ની મજા માણે છે. મુંબઈમાં સ્થિત ગૌરી ખાનના રેસ્ટોરન્ટ ટોરી હાલમાં ચર્ચામાં છે. યૂટ્યુબર દ્વારા આ રેસ્ટોરન્ટમાં ‘નકલી પનીર’ પરસવામાં આવી રહ્યું છે તેવા દાવા કરવામાં આવ્યા છે.જેના પર ટોરી ની ટિમ એ સ્પષ્ટતા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jewel Thief Trailer: સૈફ અલી ખાન ની જવેલથીફ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે સ્ટ્રીમ થશે જયદીપ અહલાવત ની ફિલ્મ

યૂટ્યુબરના દાવા અને વિવાદ

યુટ્યુબર સાર્થક સચદેવાએ મુંબઈના ઘણા સેલિબ્રિટી રેસ્ટોરન્ટ્સની મુલાકાત લીધી હતી જેથી જાણવા મળે કે કયા રેસ્ટોરન્ટ સારી ગુણવત્તા વાળુંપનીર પીરસે છે અને કયા સસ્તા અને નકલી પનીરનો ઉપયોગ કરે છે. સાર્થક વિરાટ કોહલીની વન 8 કોમ્યુન, શિલ્પા શેટ્ટીની બાસ્ટિયન, બોબી દેઓલની સમ પ્લેસ એલ્સમાં આયોડિન ટિંકચરની શીશી લઈને ગયો. તેણે સૌથી વધુ પનીર આધારિત વસ્તુઓનો ઓર્ડર આપ્યો. આ પછી, યુટ્યુબરે પનીરના ટુકડાને પાણીના બાઉલમાં ધોઈને તેના પર લગાવેલું તેલ અને મસાલા દૂર કર્યા. આ પછી તેણે પનીર ના  તે ટુકડા પર આયોડિનના ટીપાં નાખ્યા. આમાંના કોઈપણ રેસ્ટોરન્ટમાં પનીર નો એક પણ ટુકડો કાળો થયો નહીં. પરંતુ ગોરી ખાન ની ટોરી રેસ્ટોરન્ટમાં આયોડિનના સંપર્કમાં આવતાં ટોરી દ્વારા પીરસવામાં આવેલું પનીર  કાળું થઈ ગયું. સાર્થકે વીડિયોમાં કહ્યું, “શાહરૂખ ખાન ની રેસ્ટોરન્ટમાં મળેલું પનીરનકલી હતું. આ જોઈને મને આઘાત લાગ્યો!”


યુટ્યુબર સાર્થકનો વીડિયો પર ટોરી રેસ્ટોરન્ટ એ સ્પષ્ટતા આપતા લખ્યું, “આયોડિન પરીક્ષણ પનીરની અધિકૃતતા નહીં, પણ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. વાનગીમાં સોયા-આધારિત ઘટકો હોવાથી, આ પ્રતિક્રિયા અપેક્ષિત છે. અમે અમારા પનીરની શુદ્ધતા અને ટોરીમાં અમારા ઘટકોની અખંડિતતા સાથે ઉભા છીએ,” ટોરી રેસ્ટોરન્ટે આ દાવા પર સ્પષ્ટીકરણ આપ્યું અને યૂટ્યુબરને હળવી મજાકમાં જવાબ આપ્યો કે “શું હવે મને બેન કરશો?” બાય ધ વે, તમારું ભોજન અદ્ભુત છે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version