Site icon News Continuous Bureau | Mumbai

ત્રણ રૂપિયામાં કલાકો કામ કરતા હતા ઘનશ્યામ નાયક, નટુકાકાની ભૂમિકાએ બદલી નાખ્યું તેમનું જીવન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

વર્ષોથી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળતા નટુકાકા ઉર્ફે અભિનેતા ઘનશ્યામ નાયકે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. ઘનશ્યામ નાયકે રવિવારે 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એટલું જ નહીં, તે પોતાના છેલ્લા દિવસોમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર શૂટિંગ માટે પણ જઈ શક્યા ન હતા. તેઓ 13 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલા હતા. તેઓ આ સિરિયલમાં જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરતા જોવા મળ્યા હતા.

તમને જાણીને નવાઈ લાગશે કે એક સમય હતો જ્યારે ઘનશ્યામ નાયકને પૈસા માટે બીજાની મદદ લેવી પડતી હતી. આ એ સમયની વાત છે જ્યારે તેઓ ફિલ્મો અને ટીવીમાં નહીં, પણ થિયેટરોમાં કામ કરતા હતા. તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે એ સમયે કલાકો સુધી કામ કર્યા બાદ તેમને માત્ર 3 રૂપિયા મળતા હતા. આ પછી રાઉન્ડ બદલાયા અને ઘનશ્યામ નાયકને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. વાત 60 અને 70ના દાયકાની છે, જ્યારે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને ત્રણ દિવસના શૂટિંગ માટે માત્ર 90 રૂપિયા મળતા હતા, પરંતુ આ સ્થિતિ પહેલાં કરતાં સારી હતી.

નટુકાકાની કાંદિવલીમાં અંતિમ વિદાય : આઠ વર્ષની નાની ઉંમરમાં કલા ક્ષેત્રમાં આવ્યા અને હવે અંતિમ સંસ્કાર પહેલા માથા પર આવશે રંગલા ની ટોપી. 

ભલે ઘનશ્યામ નાયકને નટુકાકાની ભૂમિકાથી ઓળખ મળી, પરંતુ છ દાયકામાં ફેલાયેલી તેમની કારકિર્દીમાં, તેમણે ઘણાં યાદગાર પાત્રો ભજવ્યાં છે. તેમણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું, એમાંથી 'બેટા', 'લાડલા', 'ક્રાંતિવીર', 'બરસાત', 'ચાઇના ગેટ', 'હમ દિલ દે ચુકે સનમ', 'લજ્જા', 'તેરે નામ' , 'ખાકી' અને 'ચોરી ચોરી' જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version