Site icon

Ghoomar: ફિલ્મ ‘ઘૂમર’ના ક્લાઈમેક્સ સીનમાં આ બાળકી એ આપ્યો હતો ડાન્સનો આઈડિયા, અભિષેક બચ્ચન સાથે છે ખાસ કનેક્શન

Ghoomar: અભિષેક બચ્ચનને આ ડાન્સની પ્રેરણા ક્યાંથી મળી તે સમજાવવા માટે ડિરેક્ટરે પહેલા અભિનેતાની પરવાનગી લીધી અને પછી સમજાવ્યું, "અભિષેક બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વાત કરી રહ્યો હતો અને..."

ghoomar climax abhishek bachchan victory dance was daughter aaradhya idea

ghoomar climax abhishek bachchan victory dance was daughter aaradhya idea

News Continuous Bureau | Mumbai 

Ghoomar અભિષેક બચ્ચનની(Abhishek Bachan) ફિલ્મ ‘ઘૂમર’ના ક્લાઈમેક્સમાં તેનો વિજય ડાન્સ સ્ટેપ ખરેખર તેની પુત્રી આરાધ્યા બચ્ચનનો(Aradhya Bacchan) વિચાર હતો. પરંતુ કેવી રીતે? ચાલો જાણીએ. ફિલ્મી દુનિયામાં બોલિવૂડ સ્ટાર્સના બાળકોનું શૂટિંગ સેટ પર આવવું એ નવી વાત નથી. પરંતુ આરાધ્યાએ તેના પિતાને તેના અભિનયને સુધારવામાં પણ મદદ કરી હતી. ફિલ્મમાં અભિષેક બચ્ચન એક ક્રિકેટર ગુરુની ભૂમિકા ભજવે છે જે એક યુવા ખેલાડીને તાલીમ આપે છે.ફિલ્મમાં સૈયામી ખેર આ યુવા ક્રિકેટરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મની વાર્તા એક એવા ક્રિકેટરની છે જેણે પોતાનો જમણો હાથ ગુમાવ્યો છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં અભિષેક બચ્ચન વિજય ડાન્સ(victory dance) કરતો જોવા મળે છે. મીડિયા સાથેની એક મુલાકાતમાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે, “ફિલ્મમાં મારા માટે આ એક સુંદર ક્ષણ હતી. અમે તેને રેકોર્ડ કરી શક્યા તે માટે અમે નસીબદાર હતા.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Deepika Chikhalia : 33 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહી છે ‘રામાયણ’ની સીતા, આ નવા શોમાં જોવા મળશે દીપિકા ચીખલિયા

આરાધ્યા બચ્ચને આપ્યો ફિલ્મ ઘૂમર ના ડાન્સ નો આઈડિયા

અભિષેક બચ્ચને કહ્યું, “હું એ લોકોનો પણ આભાર માનું છું જેમને આ વિચાર આવ્યો.” અભિષેક બચ્ચનને આ ડાન્સની પ્રેરણા ક્યાંથી મળી તે સમજાવવા ડિરેક્ટરે પહેલા અભિનેતાની પરવાનગી લીધી અને પછી સમજાવ્યું, “અભિષેક બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વાત કરી રહ્યો હતો, અને તેને કહી રહ્યો હતો કે આ ફિલ્મનો અંત છે. પછી આરાધ્યાએ કહ્યું કે એક કામ કરો તમે અંતે થોડું ઘૂમર કરો અને પછી ચુપચાપ ચાલ્યા જાઓ.”

ઘૂમર ના ડિરેક્ટરે કર્યા આરાધ્યા ના વખાણ

ફિલ્મ નિર્માતાએ તે દ્રશ્ય અને ફિલ્મની તે ક્ષણનો શ્રેય આરાધ્યા બચ્ચનને આપ્યો હતો. નાની આરાધ્યાના વખાણ કરતા આર. બાલ્કીએ કહ્યું, “આ આરાધ્યાનો પહેલો વિચાર હતો. બાળક માટે આવો વિચાર લાવવા અને વસ્તુઓ સમજાવવા માટે ખૂબ ઊંડાણ અને પ્રેમની જરૂર હોય છે, અને તે માટે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું.”

 

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version