Site icon

શું સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઈની સોંપાશે- ગોવાના મુખ્યમંત્રીએ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

ભાજપ નેતા(BJP leader) અને ટિક-ટોક સ્ટાર(Tik-Tok Star) સોનાલી ફોગાટના(Sonali Phogat) મોતનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે(Goa Chief Minister Pramod Sawant) સીબીઆઈ તપાસને(CBI investigation) લઈને મોટી વાત કહી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે તમામ ઔપચારિકતાઓ બાદ જો જરૂર પડી તો સોનાલી ફોગાટનો મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવશે.  ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે હરિયાણાના(Haryana CM) મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની(Manoharlal Khattar) સાથે વાત થઈ છે. મુખ્યમંત્રી ખટ્ટરે આ મામલામાં ઉંડાણથી તપાસની વિનંતી કરી છે. 

Join Our WhatsApp Community

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે લીલી ઝંડી આપી અને તપાસ માટે પોતાનું સમર્થન આપતા કહ્યું કે જાે જરૂર પડી તો ગોવા સરકાર મામલાની આગળની તપાસ સીબીઆઈને સોંપી દેશે. સોનાલી ફોગાટની હત્યા પર ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને સીબીઆઈ તપાસથી કોઈ સમસ્યા નથી. અભિનેત્રી સોનાલી ફોગાટના પરિવારે હરિયાણાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી.  આ પહેલા અંજુના પોલીસે વધુ એક ડ્રગ પેડલર રમા માંડ્રેકરની ધરપકડ કરી હતી. આ મામલામાં અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ થઈ છે. 

આ સમાચાર પણ વાંચો :  સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં વિદેશમાં પણ એક્શન શરૂ-માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈમી અહીંથી કરાઈ ધરપકડ

આ પહેલા શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનાલી ફોગાટના પરિવારને અભિનેત્રીના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. ફોગાટની બહેન રૂપેશે ચંદીગઢમાં સીએમ ખટ્ટર સાથે મુલાકાત બાદ આ વિશે જાણકારી આપી હતી. ગોવા પોલીસ પ્રમાણે તપાસથી જાણવા મળ્યું છે કે ડ્રગ્સની સપ્લાય દત્તાપ્રસાદ ગાંવકર નામના વ્યક્તિએ કરી હતી, જે અંજુનાની હોટલ ગ્રાન્ડ લિયોની રિઝોર્ટમાં કામ કરતો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version