Site icon News Continuous Bureau | Mumbai

Golden Globes 2026: પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર લૂંટી લાઈમલાઈટ , નિક જોનસ સાથેની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ ખેંચ્યું સૌનું ધ્યાન

Golden Globes 2026: સ્ટ્રેપલેસ ગાઉન અને ડાયમંડ નેકલેસમાં પ્રિયંકાનો સિઝલિંગ લુક વાયરલ, પ્રેઝન્ટર તરીકે એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી.

Golden Globes 2026 પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર લૂંટી

Golden Globes 2026 પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર લૂંટી

News Continuous Bureau | Mumbai

Golden Globes 2026 : ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) લોસ એન્જલસના બેવર્લી હિલ્ટન ખાતે યોજાયેલા ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026’ માં હાજર રહી હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં પ્રિયંકા એક પ્રેઝન્ટર તરીકે પહોંચી હતી. રેડ કાર્પેટ પર તેની એન્ટ્રી થતા જ ત્યાં હાજર લોકો અને કેમેરામેનની નજર તેના પર અટકી ગઈ હતી. પ્રિયંકા સાથે તેના પતિ અને પૉપ સ્ટાર નિક જોનસ પણ જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Channel

 

પ્રિયંકાનો ગ્લેમરસ લુક અને ‘નમસ્તે’ અંદાજ

પ્રિયંકા ચોપરાના લુકની વાત કરીએ તો તેણે બ્લેક કલરનો શાનદાર સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યો હતો. આ ઓફ-શોલ્ડર આઉટફિટમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ડાયમંડ નેકલેસ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મિડલ પાર્ટેડ હેરસ્ટાઇલ અને સ્મોકી આઈ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. ખાસ વાત એ હતી કે વેન્યુ પર પહોંચતા જ પ્રિયંકાએ સ્મિત સાથે પ્રેસને ‘નમસ્તે’ (Namaste) કહીને આવકાર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Golden Globe Awards 2026: 16 વર્ષના અભિનેતાએ એવોર્ડ જીતીને રચ્યો ઈતિહાસ, ટેયાના ટેલર બની બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ; જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

રેડ કાર્પેટ પર નિક જોનસ (Nick Jonas) બ્લેક કલરના ટક્સિડોમાં ડેશિંગ લાગી રહ્યો હતો. બંનેની જોડી વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એક વાયરલ વીડિયોમાં પ્રિયંકા નિકના ટક્સિડોની બો (Bow) ઠીક કરતી જોવા મળી હતી, જ્યારે નિક પણ પ્રિયંકાના વાળ સરખા કરવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. ફેન્સ આ કપલને ‘પાવર કપલ’ કહીને સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવી રહ્યા છે.

 

Honey Singh Cyber Cell Summons વિવાદાસ્પદ ગીત અને અશ્લીલતા મામલે યો યો હની સિંહ સામે સાયબર સેલની કડક કાર્યવાહી; હાજર થવા સમન્સ જારી
Ramayana Movie Rashtrapati Bhavan Screening રાજનેતાઓ અને મંત્રીઓ માટે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે ‘રામાયણ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ મેકર્સની મોટી તૈયારી
Ranbaali Censor Board Clearance ‘રણબાલી’ને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી એકપણ કટ વિના પાસ થઈ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ
Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Exit mobile version