News Continuous Bureau | Mumbai
Govinda firing case:ગોવિંદા ને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોવિંદા એ એક નિવેદન જારી કરીને તેના ચાહકો અને ડોકટરો નો આભાર માન્યો હતો.ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોવિંદા ને મળવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે અભિનેતા નું નિવેદન નોંધ્યું હતું પરંતુ પોલીસ ગોવિંદા ના નિવેદન થી સંતુષ્ટ નથી તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે પોલીસ ફરીથી ગોવિંદાનું નિવેદન નોંધી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Govinda Health Update : ‘હીરો નંબર વન’ એક્ટર ગોવિંદા ખતરાની બહાર, આટલા કલાક માટે ICUમાં રહેશે; પુત્રી ટીનાએ આપી હેલ્થ અપડેટ
ગોવિંદા ના કેસ માં પોલીસ ને છે શંકા
મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદા ના કેસ માં શરૂઆત માં પોલીસે ઘરના સભ્યો ના પણ નિવેદન નોંધ્યા છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે જ્યારે રિવોલ્વર 0.32 બોરની હતી તો તેમાંથી નીકળેલી ગોળી 9 એમએમની કેવી રીતે હોઈ શકે. કારણ કે આ રિવોલ્વરમાં 9 એમએમની ગોળી ફિટ જ થઈ શકતી નથી. હવે પોલીસ અકસ્માત કે ઘટનાના એંગલથી તપાસ કરીને કેસની તપાસ કરશે. આટલું જ નહીં, પોલીસને એવી પણ શંકા છે કે ગોવિંદાને ગોળી વાગી ત્યારે અભિનેતા સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હાજર હતી.
Actor Govinda Firing Case: Big trouble in the case of actor Govinda being shot! Mumbai Police is looking for answers to these two important questions, how 9 mm bullet fired from 32 bore revolver Mumbai police want to know in Actor Govinda Firing Case –
— AnyTV News (@anytvnews) October 3, 2024
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે તેઓ હવે આ બીજા વ્યક્તિને શોધી રહ્યા છે.આ દરમિયાન ગોવિંદા ની દીકરી ટીના આહુજા જે અભિનેતા ની હેલ્થ અપડેટ શેર કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)