Site icon

બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ગોવિંદા ને ઓફર થઇ હતી મહાભારત ના આ મહત્વ ના પાત્ર ની ભૂમિકા, આ કારણે ફગાવી દીધી ઓફર

બોલિવૂડ એક્ટર ગોવિંદા ને ડેબ્યુ પહેલા જ 'મહાભારત'માં મહત્વની ભૂમિકા ભજવવાની ઓફર મળી હતી. ગોવિંદાએ ઓડિશન પણ આપ્યું પણ પછી….

Govinda offered B R chopra mahabharat for abhimanyu role

બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ગોવિંદા ને ઓફર થઇ હતી મહાભારત ના આ મહત્વ ના પાત્ર ની ભૂમિકા, આ કારણે ફગાવી દીધી ઓફર

News Continuous Bureau | Mumbai

બીઆર ચોપરાની ‘મહાભારત’ એ ઘણા અજાણ્યા સ્ટાર્સને ઓળખ આપી.’મહાભારત’ના કારણે ઘણા કલાકારો દર્શકોના દિલમાં કાયમ માટે અમર થઈ ગયા.જોકે, બોલિવૂડ એક્ટર ગોવિંદા એ નામ કમાવવા માટે ‘મહાભારત’ ની ઓફરને ફગાવી દીધી હતી.વાસ્તવમાં ડેબ્યુ પહેલા જ ગાવિંદાને ટીવીની પૌરાણિક સીરિયલ ‘મહાભારત’માં ‘અભિમન્યુ’નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો.ઓફર મળ્યા બાદ તે ખૂબ જ ખુશ પણ હતો.તેણે ઓડિશન પણ આપ્યું.પરંતુ, પછી અચાનક કંઈક એવું બન્યું કે તેણે અભિમન્યુનો રોલ કરવાની ના પાડી દીધી. 

Join Our WhatsApp Community

 

આ કારણે ગોવિંદાએ ઠુકરાવી હતી ઓફર 

જ્યારે ગોવિંદા એ ‘મહાભારત’ માટે ઓડિશન આપ્યું ત્યારે તેને તેની પહેલી બોલિવૂડ ફિલ્મની ઓફર પણ મળી.પહેલા તો તે મૂંઝવણમાં પડી ગયો.પરંતુ, તેને યાદ આવ્યું કે જ્યારે તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે તેના પિતાએ તેને ફિલ્મોમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી હતી.તેથી જ તેણે ‘મહાભારત’ની ઑફર ફગાવી દીધી અને પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘તન બદન’ની ઑફર સ્વીકારી લીધી.આ ફિલ્મમાં તે ખુશ્બુ સાથે જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ બીજા કોઈએ નહીં પણ ગોવિંદાના અંકલ આનંદે ડિરેક્ટ કરી હતી.

 

આ અભિનેતા એ ભજવ્યું હતું અભિમન્યુ નું પાત્ર 

ગોવિંદાએ ના પાડ્યા પછી બીઆર ચોપરાની ‘મહાભારત’માં અભિમન્યુનું પાત્ર અભિનેતા મયુરે ભજવ્યું.’મહાભારત’ પહેલા મયૂર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કાલિયા’માં શૂઝ પોલિશ કરનારની ભૂમિકામાં જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે, આજકાલ ગોવિંદા ફિલ્મોથી દૂર છે.તેણે સલમાન ખાનની કોમેડી ફિલ્મ ‘પાર્ટનર’થી પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી.પરંતુ, તે બીજી ઇનિંગમાં તે સફળતા મેળવી શક્યો નહીં

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version