Site icon

મનોરંજન ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, બીઆર ચોપરાની પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત’ના ‘શકુની મામા’નું થયું નિધન. 78 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ..

પીઢ અભિનેતા ગૂફી પેન્ટલના મૃત્યુના સમાચારે બધાને સ્તબ્ધ કરી દીધા છે. ગૂફીનું મુંબઈની એક હોસ્પિટલમાં 78 વર્ષની વયે અવસાન થયું છે.

Gufi Paintal, Mahabharat Actor Who Played Shakuni Mama, Passes Away at 78

મનોરંજન ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, ‘મહાભારત’ના ‘શકુની મામા’નું થયું નિધન 78 વર્ષની વયે અંતિમ શ્વાસ..

 News Continuous Bureau | Mumbai

બીઆર ચોપરાની પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત‘માં શકુની મામાની મામાભૂમિકા ભજવનાર પ્રખ્યાત કલાકાર ગુફી પેન્ટલનું આજે નિધન થઇ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. જાણીતી અભિનેત્રી ટીના ઘાઈએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.  આ ખબરથી સમગ્ર સિનેમા જગતમાં શોકનું વાતાવરણ છે. 

Join Our WhatsApp Community

બીઆર ચોપરાના પ્રખ્યાત ઐતિહાસિક શો ‘મહાભારત‘ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ શોના દરેક પાત્રે ચાહકોના દિલમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું હતું. આ કલાકારોમાં ગૂફી પેન્ટલનું નામ પણ સામેલ છે. આ શોમાં ગૂફી પેન્ટલે શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આજે પણ જ્યારે પણ શકુની મામાના અભિનયની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં ગૂફી પેન્ટલનું નામ આવે છે.

આ સમાચાર પણ વાંચો:  હવે લાઇટ ગયા પછી પણ ઘરમાં નહીં થાય અંધારું, 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે આ રિચાર્જેબલ LED બલ્બ.. અહીં છે બેસ્ટ ઓફર્સ..

મીડિયા રિપોર્ટ મુજબ તેમની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. દરમિયાન, ગૂફી પેન્ટલના ભત્રીજા હિતને એક મીડિયા સંસ્થાને માહિતી આપતાં જણાવ્યું હતું કે ગૂફી પેન્ટલ, જેઓ વય-સંબંધિત અનેક બિમારીઓથી પીડિત હતા, તેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો સહિત સિનેમાના ઘણા સ્ટાર્સ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ગૂફી પેઇન્ટલના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ અંતિમ યાત્રામાં સિને જગતના ઘણા દિગ્ગજ અને મોટા સ્ટાર્સ તેમની સાથે જોડાય તેવી અપેક્ષા છે. અભિનેતાની વિદાયને કારણે સિનેમા જગતમાં શોકની લહેર છે.

 અભિનેતાની કારકિર્દી વિશે વાત કરીએ તો, અભિનેતા 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા તે એન્જિનિયર હતા. અભિનેતાને બીઆર ચોપરાની સીરિયલ મહાભારતથી ઓળખ મળી હતી.  

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version