News Continuous Bureau | Mumbai
Gujarati film awards 2024 : તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં સંબંધિત નિર્માતાઓએ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે
ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત કેલેન્ડર વર્ષ-૨૦૨૪માં નિર્માણ કે પ્રસારણ પામેલા ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રોના સંબંધિત નિર્માતાઓ/ અરજદારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં લાયસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પ્રથમ વખત પ્રદર્શિત થયા હોય એવા ગુજરાતી ચલચિત્રોને એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રો પૈકી શ્રેષ્ઠ ચલચિત્રો-કલાકાર કસબીઓને પારિતોષિક માટે તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે. નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : Agriculture News: ગાંધીનગર માં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, રાજ્યના 3.36 લાખથી વધુ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
‘ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-૨૦૨૪’ માટે માહિતી નિયામકશ્રીની કચેરી, ફિલ્મ પ્રોડક્શન શાખા, બ્લોક નં.૧૯, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે નિયત સમયમર્યાદામાં અરજી જમા કરાવવાની રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.