Site icon

નાડી દોષ અને વિકીડા નો વરઘોડો બાદ હવે આ ગુજરાતી ફિલ્મ પણ પહોચશે સફળતા ની યાદીમાં

News Continuous Bureau | Mumbai

ગુજરાતી સિનેમાની બે ફિલ્મોએ છેલ્લા બે મહિનામાં કમાલ કરી છે. 'નાડી દોષ' અને 'વિકીડા નો વરઘોડો' જેવી ફિલ્મોને દર્શકોએ વધાવી લીધી છે અને બોક્સ ઓફિસ(box office) પર આ ફિલ્મોએ સફળતા મેળવી છે. હવે, ૨૨ જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ 'રાડો' (Raado)પણ સફળ ફિલ્મોની યાદીમાં પહોંચશે તેની પૂરેપૂરી શક્યતા છે.  હિટ ફિલ્મ 'છેલ્લો દિવસ'થી જાણીતા લેખક-નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકે હંમેશાની મુજબ, ગુજરાતી ઓડિયન્સને આ ફિલ્મથી અદભુત એક્સપિરિયન્સ આપ્યો છે.

Join Our WhatsApp Community

ફિલ્મના કલાકારોએ યશ સોની, હિતેન કુમાર, હિતુ કનોડિયા, પ્રતીક રાઠોડ, ડેનિશા ઘુમરા, નિકિતા શર્મા, તરજાની ભદલા, નીલમ પંચાલ, ચેતન દહિયા, પ્રાચી ઠાકર અને ગૌરાંગ આનંદે તેમના અભિનયથી ફિલ્મમાં જાણ રેડી દીધી છે. એક્શન થ્રિલર (action thriller)'રાડો' એક સિચ્યુએશનલ બેઝડ ફિલ્મ છે. જેમાં યુવા પેઢીના જાેશ-જુસ્સા, પોલિટિકલ પાવર, ધર્મ ગુરુના કથિત સામ્રાજ્યને ખૂબ જ સુંદર મેસેજ સાથે વણી લેવામાં આવ્યો છે. ખાસ કરીને, યશ સોની, હિતુ કનોડિયા, હિતેન કુમાર અને નિકિતા શર્માનો ધારધાર અભિનય ખરેખર માણવા જેવો છે. 

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે- સ્ટ્રગલ દરમિયાન બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન દાને આવ્યો હતો આત્મહત્યા કરવાનો વિચાર-અભિનેતાએ કર્યો આ મોટો ખુલાસો

 'કેપ્ટન ઓફ ધ શીપ' ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે તૈયાર કરેલી 'રાડો' મસમોટા બજેટથી વધુ તેની ટ્રીટમેન્ટના કારણે વધુ સારી બની છે. આ ગુજરાતી ફિલ્મની સાથે બોલિવૂડ ફિલ્મની કમ્પેરીઝન કરી શકાય તેમ છે. ખાસ કરીને, ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફીન (ર્ડ્ઢંઁ) પ્રતીક પરમારે કેમેરા સાથે કરેલી અનોખી કરામત ઓડિયન્સને અનોખો એક્સપિરિયન્સ આપવાની સાથે જકડી રાખે છે.  ફિલ્મમાં પણ કોઈ સોન્ગ (song)નથી પણ રાહુલ મુંજારિયાનો બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવશે તે વાત નક્કી છે અને 'રાડો'ની રાડ દૂર અને લાંબા સમય સુધી સંભળાય તો નવાઈ નહિ.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version