ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે એક દોષિત અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચન્ટની સજાને યથાવત રાખી છે. જ્યારે રમેશ તૌરાનીને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટને તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તેથી જ તોરાની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજી નામંજૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ, 1997 ના રોજ ગુલશન કુમાર મંદિરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક બદમાશોએ ગુલશન કુમાર પર ગોળીબાર કર્યો હતો.
