Site icon News Continuous Bureau | Mumbai

Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ

Hansika Motwani Divorce: મુંબઈની બાંદ્રા કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા; "વિચાર અને જીવનશૈલીમાં મોટો તફાવત હતો" – હંસિકાએ ભરણપોષણ ની કોઈ માંગ કરી નથી

Hansika Motwani and Sohael Khaturiya Officially Divorced: 4-Year Marriage Ends Due to Compatibility Issues; No Alimony Claimed

Hansika Motwani and Sohael Khaturiya Officially Divorced: 4-Year Marriage Ends Due to Compatibility Issues; No Alimony Claimed

News Continuous Bureau | Mumbai

Hansika Motwani Divorce: સેલિબ્રિટીઝના છૂટાછેડાની યાદીમાં હવે અભિનેત્રી હંસિકા મોટવાનીનું નામ પણ જોડાઈ ગયું છે. હંસિકા અને તેના પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડા ફાઈનલ થઈ ગયા છે. 4 ડિસેમ્બર 2022ના રોજ જયપુરના ગ્રાન્ડ પેલેસમાં શાહી ઠાઠથી લગ્ન કરનાર આ કપલ માત્ર ચાર વર્ષમાં જ અલગ થઈ ગયું છે. લાંબા સમયથી તેમના સંબંધોમાં તિરાડ હોવાના સમાચાર મળી રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે.માહિતી મુજબ, હંસિકા અને સોહેલ જુલાઈ 2024 થી જ અલગ રહી રહ્યા હતા. પરિવારે તેમના સંબંધો બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ નિષ્ફળતા મળી હતી. અંતે બંનેએ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. હંસિકાએ કોર્ટમાં કોઈ પણ પ્રકારના ભરણપોષણની રકમનો દાવો કર્યો નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par OTT Release: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ના OTT રિલીઝ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારથી જોઈ શકાશે

શા માટે તૂટ્યા લગ્ન?

હંસિકાના વકીલ એ કોર્ટમાં જણાવ્યું હતું કે, લગ્નના થોડા સમય બાદ જ બંનેને અહેસાસ થયો હતો કે તેમના સ્વભાવ, વિચાર અને જીવનશૈલીમાં ઘણો તફાવત છે. નાની-નાની વાતોમાં થતા રોજિંદા ઝઘડાઓને કારણે એક છત નીચે રહેવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. આખરે, સુખદ ઉકેલ તરીકે તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.


સોહેલ કથુરિયાના હંસિકા સાથેના આ બીજા લગ્ન હતા. નોંધનીય છે કે સોહેલના પહેલા લગ્ન હંસિકાની જ ખાસ મિત્ર રિંકી બજાજ સાથે થયા હતા, જેમાં હંસિકા પોતે પણ હાજર રહી હતી. જ્યારે સોહેલ અને હંસિકાના લગ્ન થયા ત્યારે આ બાબત સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version