Site icon News Continuous Bureau | Mumbai

Haq OTT Release: યામી ગૌતમની ધમાકેદાર ફિલ્મ ‘હક’ની OTT રિલીઝ ડેટ જાહેર! જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

Haq OTT Release: આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી યામી ગૌતમ અને ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ 'હક' હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. શાહબાનો કેસથી પ્રેરિત આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

'Haq' OTT Release: Yami Gautam's 'Haq' is Coming to OTT, Know When and Where You Can Watch This Film

'Haq' OTT Release: Yami Gautam's 'Haq' is Coming to OTT, Know When and Where You Can Watch This Film

News Continuous Bureau | Mumbai

Haq OTT Release: નવેમ્બર મહિનામાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘હક’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. જો તમે આ ફિલ્મ ત્યારે સિનેમાઘરોમાં ન જોઈ શક્યા હોવ, તો હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ગુજરાતમાં ‘ધુરંધર’નો વિરોધ: રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ? જાણો શું છે વિવાદનું મૂળ કારણ!

ક્યારે અને ક્યાં જોશો ‘હક’

યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ‘હક’ ફિલ્મને હવે તમે ઘરે બેઠા જોઈ શકો છો.મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમની ફિલ્મ ‘હક’ નેટફ્લિક્સપર રિલીઝ થશે.આ ફિલ્મ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.’હક’ એ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે.ફિલ્મે ભારતમાં ૧૯.૩૭ કરોડ અને વિશ્વભરમાં ૨૮.૪૪ કરોડની કમાણી કરી હતી. તેની IMDb રેટિંગ ૮.૭ છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની સાથે શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.


૨ કલાક ૧૪ મિનિટની આ ફિલ્મની સ્ટોરીલાઇન શાહબાનો કેસથી પ્રેરિત છે, જે મુસ્લિમ મહિલાઓના અધિકારો માટેના સંઘર્ષને દર્શાવે છે. યામી ગૌતમે ફિલ્મમાં શાઝિયા બાનો નું અને ઇમરાન હાશ્મીએ વકીલ અબ્બાસ ખાન નું પાત્ર ભજવ્યું છે.આ ફિલ્મ ત્રિપલ તલાક અને મુસ્લિમ મહિલાઓના અધિકારોના સંઘર્ષને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version