News Continuous Bureau | Mumbai
Harry Potter TV Series Trailer Out: લાંબા સમયની પ્રતીક્ષા બાદ HBO એ હેરી પોટર ટીવી સિરીઝનું સત્તાવાર ટ્રેલર જાહેર કર્યું છે. આ સિરીઝ જે.કે. રોલિંગના પુસ્તકો પર આધારિત છે, પરંતુ તે અગાઉની ફિલ્મો કરતા ઘણી અલગ અને વધુ વિગતવાર હોવાનું જણાય છે. ટ્રેલરની સાથે જ મેકર્સે તેની રિલીઝ ડેટ જાહેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : Yami Gautam: ડિઝાઇનરે લહેંગો આપવાની ના પાડી તો યામી ગૌતમે આપ્યો જડબાતોડ જવાબ! લગ્નમાં માતાની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને બની હતી આદિત્યની દુલ્હન
ક્રિસમસ 2026 પર રિલીઝ થશે સિરીઝ
અગાઉ એવી અટકળો હતી કે આ સિરીઝ ૨૦૨૭માં રિલીઝ થશે, પરંતુ મેકર્સે ટ્રેલરમાં સ્પષ્ટ કર્યું છે કે ‘હેરી પોટર’ ટીવી સિરીઝ ક્રિસમસ 2026 ના અવસરે રિલીઝ કરવામાં આવશે. આ જાહેરાત ફેન્સ માટે સૌથી મોટું સરપ્રાઈઝ સાબિત થઈ છે. આ ઉપરાંત, સિરીઝનું ઓફિશિયલ ટાઈટલ ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન’ રાખવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ માત્ર પ્રથમ સીઝન હશે અને આગામી ભાગો પુસ્તકોની જેમ જ રિલીઝ થશે.
ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે મેકર્સે ફિલ્મોની સીન-બાય-સીન કોપી કરવાને બદલે પુસ્તકની ઝીણી વિગતો પર ધ્યાન આપ્યું છે. પુસ્તકમાં ઉલ્લેખ છે કે હેરીની આન્ટી પેટુનિયા તેના વાળ કાપી નાખે છે, જે ફિલ્મોમાં જોવા મળ્યું નહોતું પણ આ ટ્રેલરમાં તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં યંગ હેરી અને તેના મિત્રો હર્માઈની ગ્રેન્જર તથા રૉન વીઝલીને હોગવર્ટ્સ સ્કૂલમાં તેમના પ્રથમ વર્ષ દરમિયાન બતાવવામાં આવ્યા છે.આ સિરીઝમાં ડેનિયલ રેડક્લિફ અને એમા વોટસનની જગ્યાએ નવા કલાકારો જોવા મળશે.હેરી પોટર: ડોમિનિક મેકલોફલિન.હર્માઈની ગ્રેન્જર: અરેબેલા સ્ટેન્ટન.રૉન વીઝલી: એલાસ્ટેયર સ્ટેઉટ.આ ઉપરાંત પ્રોફેસર ડમ્બલડોર અને પ્રોફેસર સ્નેપના પાત્રોમાં પણ નવા દિગ્ગજ કલાકારોની ઝલક જોવા મળી છે, જે વાર્તાને નવો પરિપ્રેક્ષ્ય આપશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
