Site icon News Continuous Bureau | Mumbai

Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?

Harshad Chopda New Serial| હર્ષદ ચોપડાની નવી સીરિયલ 'મુક્કેબાજ' માં મુનિરા કુદરતી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે; શું આ જોડી 'અનુપમા' ને ટક્કર આપી શકશે?

Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?

Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Harshad Chopda New Serial| ટેલિવિઝન જગતના સુપરસ્ટાર અભિનેતા હર્ષદ ચોપડા ફરી એકવાર નાના પડદે ધૂમ મચાવવા માટે તૈયાર છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવી લોકપ્રિય સીરિયલ બાદ ફેન્સ લાંબા સમયથી હર્ષદના નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે મળતી માહિતી મુજબ, હર્ષદ ચોપડા કલર્સ ટીવીની આગામી સીરિયલ ‘મુક્કેબાજ’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ શો માટે મેકર્સે અભિનેત્રી તરીકે મુનિરા કુદરતીને ફાઈનલ કરી હોવાના અહેવાલ છે.

હર્ષદ અને મુનિરાની નવી જોડી

રિપોર્ટ્સ અનુસાર, આ સીરિયલ માટે હર્ષદ ચોપડા અને ફહમાન ખાન વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ અંતે મેકર્સે હર્ષદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. અભિનેત્રી મુનિરા કુદરતી, જે ૨૫ વર્ષની છે અને ‘કુંડળી ભાગ્ય’ જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે, તે હર્ષદ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. મુનિરા એક લોકપ્રિય યુટ્યુબર પણ છે અને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરવા માટે તે સતત મહેનત કરી રહી છે. જોકે મેકર્સ તરફથી હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ આ જોડીને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચાહકોના મિશ્ર પ્રતિભાવો

હર્ષદ અને મુનિરાની જોડી અંગે સોશિયલ મીડિયા પર ચાહકોના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. ઘણા ચાહકો હજુ પણ હર્ષદ સાથે પ્રણાલી રાઠોડની જોડીને શ્રેષ્ઠ ગણાવે છે અને તેમને ફરી સાથે જોવા માંગે છે. તો કેટલાક ચાહકો હર્ષદ સાથે જેનિફર વિંગેટની જોડીને પસંદ કરે છે. તેમ છતાં, એક મોટો વર્ગ એવો પણ છે જે આ નવી ફ્રેશ જોડીને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે અને હર્ષદના પુનરાગમનની રાહ જોઈ રહ્યો છે.

ટીઆરપીના મેદાનમાં મોટી ટક્કર

હર્ષદ ચોપડાની આ નવી સીરિયલ ‘મુક્કેબાજ’ સીધી ટક્કર ‘અનુપમા’ અને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ જેવા ટીઆરપીના દિગ્ગજ શો સાથે લેશે. ટીવી રેટિંગમાં હાલ આ શોનું વર્ચસ્વ છે, ત્યારે હર્ષદના નવા શો માટે આ એક મોટો પડકાર છે. જો આ નવી જોડી અને વાર્તા દર્શકોને આકર્ષવામાં સફળ રહી, તો ટીઆરપીના લિસ્ટમાં ‘મુક્કેબાજ’ ટોચ પર પહોંચી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ સીરિયલ દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ થાય છે.

👉 આ સમાચાર વાચો:
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version