News Continuous Bureau | Mumbai
Harshad chopra and Shivangi joshi: હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી એકતા કપૂર ની સિરિયલ માં જોવા મળવાના છે. લોકો આ જોડી ને સ્ક્રીન પર જોવા ખુબજ ઉત્સુક છે. હર્ષદ અને શિવાંગી આ અગાઉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી ચુક્યા છે પરંતુ બંને એ સાથે સ્ક્રીન શેર નથી કરી. હવે બંને એકતા કપૂર ની સિરિયલ ‘બહારે’ માં જોવા મળશે.હવે આ સિરીયલ ના પ્રોમો શૂટ નો વિડીયો લીક થયો છે.
આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: રિલીઝ ના 3 સપ્તાહ બાદ છાવા ની કમાણી માં થયો ઘટાડો, જાણો વિકી કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે
હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી નો પ્રોમો શૂટ થયો લીક
સોશિયલ મીડિયા પર એક શૂટિંગ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હર્ષદ અને શિવાંગી કારમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.વિડીયો માં હર્ષદ શર્ટ માં તો શિવાંગી ચશ્મા અને ઉંચી પોની માં જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ શોમાં હર્ષદના પાત્રનું નામ ઋષભ અને શિવાંગીના પાત્રનું નામ ભાગ્યશ્રી હશે.
#HarshadChopda finally new promo bts shoot video cilp glimpse out from set new show #HarShivi #ShivangiJoshi @ChopdaHarshad late night 3:25 am shoot mood at car
Ps ” r you guys ready 🥹🥹😭🥳🥳🥳💃💃💃💃🫶🫶” to again screen on tv
I’m super excited ”
Rishabh and Bhagyasree pic.twitter.com/S2Nqn1lcwQ— ManishaMaji (@ManishaMaji8) March 8, 2025
આ શોની વાર્તા એક પ્રેમકથા હશે. એવા અહેવાલો છે કે આ શો IPL 2025 ના અંત સુધીમાં શરૂ થશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ શોનું કામચલાઉ શીર્ષક ‘બહારે’ છે. જોકે, હવે એવા અહેવાલો છે કે આ શો એકતાના સુપરહિટ શો બડે અચ્છે લગતે હૈંની ત્રીજી સીઝન હશે અને તેનું નામ બડે અચ્છે લગતે હૈં ફિર ભી પણ હોઈ શકે છે, જોકે, હજુ સુધી આ વીશે કંઈ પુષ્ટિ થઈ નથી
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
