Site icon News Continuous Bureau | Mumbai

Heeramandi season 2: અલગ અંદાજ માં થઇ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ સીઝન 2 ની જાહેરાત, વેબ સિરીઝ ની વાર્તા પરથી પણ ઉઠ્યો પડદો, જુઓ વિડીયો

Heeramandi season 2: નેટફ્લિક્સ એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં અલગ જ અંદાજ માં સંજય લીલા ભણસાલીની 'હીરામંડી' સીઝન 2 ની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત તેની વાર્તા શું હશે તે પણ જાહેર કર્યું છે.

Heeramandi season 2 announcement in different style by netflix and bhansali production

Heeramandi season 2 announcement in different style by netflix and bhansali production

News Continuous Bureau | Mumbai 

 Heeramandi season 2: સંજય લીલા ભણસાલી તેની સીરિઝ ‘હીરામંડી’ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.દર્શકો ને આ સિરીઝ ખુબ પસંદ આવી હતી. લોકો એ આ સિરીઝ ના બીજા ભાગ ની માંગ કરી હતી. આવી સ્થતિ માં નેટફિક્સ એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એક અલગ જ અંદાજ માં  ‘હીરામંડી’  સીઝન 2 ની જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે દિલીપ જોશી, બીજા નંબર ના અભિનેતા નું નામ જાણી ઉડી જશે તમારા હોશ

‘હીરામંડી’  સીઝન 2 ની થઇ જાહેરાત

નેટફ્લિક્સ અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ‘હીરામંડી’ના ગીતોના અલગ-અલગ ગેટઅપમાં ઘણી મહિલાઓ દરિયા કિનારે જોવા મળે છે. તેઓ સીઝન 1 ના ગીતો પર પરફોર્મ કરતી જોવા મળે છે.અને નજીકમાં ઉભેલા લોકો તેને તેમના મોબાઈલમાં રેકોર્ડ કરે છે.અંતમાં જણાવવામાં આવ્યું છે કે હવે આ સીરીઝની સીઝન 2 આવશે. જાહેરાતના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીની લડાઈ 15 ઓગસ્ટ 1947ના રોજ સમાપ્ત થઈ હતી. આ ગણિકાઓ માટે પણ એક નવું યુદ્ધ શરૂ થયું. માથું ઊંચું રાખીને નવી દુનિયામાં ટકી રહેવાની લડાઈ… આ બધું સિઝન 2માં બતાવવામાં આવશે.


‘હીરામંડી’ સિરીઝ ની પ્રથમ સીઝન સમાપ્ત થાય છે જ્યાં આઝાદીની લડત ચરમસીમાએ હોય છે. લાહોરથી આગળ વાર્તા ક્યાં આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિરીઝ ના નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી સીઝન 2 પર દિલ્હી અને મુંબઈની ગણિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version