Site icon News Continuous Bureau | Mumbai

Heeramandi: ભવ્ય દ્રશ્ય ની સાથે સાથે સંગીત થી ભરપૂર હશે હીરામંડી, સંજય લીલા ભણસાલી એ આટલા સમય સુધી કર્યું સિરીઝ ના ગીતો પર કામ

Heeramandi: સંજય લીલા ભણસાલી તેમની વેબ સિરીઝ હીરામંડી ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા સીરિઝનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, જેને જોઈ ને લોકો માં આ સિરીઝ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભણસાલીની ફિલ્મોની જેમ આ સિરીઝ પણ સંગીતથી ભરપૂર હશે.

heeramandi the diamond bazaar will have magical soundtrack

heeramandi the diamond bazaar will have magical soundtrack

News Continuous Bureau | Mumbai 

Heeramandi:સંજય લીલા ભણસાલી વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ થી  OTTની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ‘હીરામંડી’નો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ લોકો આ સિરીઝ ને લઈને ઉત્સાહ વધી ગયો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ના ગીતો મોટા પાયે ફિલ્માવવામાં આવ્યા છે. પ્રથમ વખત, દર્શકોને એક OTT સિરીઝ માં એક સાથે આટલા બધા ગીતો જોવા મળશે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભણસાલીની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ પર ભારતની સૌથી મોટી સિરીઝ બનવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: અલગ થવાની અફવા વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય વિશે કહી એવી વાત કે ખુશ થઇ જશે બંને ના ચાહકો

હીરામંડી ના ગીતો હશે ભવ્ય 

સંજય લીલા ભણસાલી ની ફિલ્મો સાથે સાથે તેના ગીતો ને પણ ખુબ પસંદ કરવામાં આવે છે. આવું જ કંઈક તેમની સિરીઝ હીરામંડી માં પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ સાંજ લીલા ભણસાલી એ પોતાની સિરીઝને સંગીતથી ભરપૂર બનાવી છે. રિપોર્ટ્સ અનુસાર, વેબ સિરીઝ ‘હીરામંડી’માં 6-7 ગીતો હશે. આ તમામ ગીતો પર સંજય લીલા ભણસાલીએ પોતે એક વર્ષ સુધી કામ કર્યું છે. જેથી તેઓ દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકે.


 

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલી હંમેશા પોતાની ફિલ્મોના સંગીત પર ખાસ ધ્યાન આપે છે. તમને જણાવી દઈએ કે મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, શર્મિન સેહગલ અને સંજીદા શેખ જેવી અભિનેત્રીઓ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ અત્યાર સુધીની આ વેબસીરીઝ  આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version