ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન ૨૦૨૧
સોમવાર
બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી અને મથુરાનાં ભાજપનાં સાંસદ, હેમા માલિનીએ દાવો કર્યો છે કે ઘરે નિયમિત ‘હવન’ કરવાથી વ્યક્તિ કોરોનાવાયરસ સહિત બીજી વિવિધ બીમારીઓથી બચી શકે છે. શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વીડિયો શૅર કરતાં તેમણે લોકોને ‘પર્યાવરણને શુદ્ધ કરવા’ અને તેમના ઘરે કોવિડ-૧૯ જેવા વિવિધ રોગોથી પોતાને બચાવવા ઘરે હવન કરવાની અપીલ કરી છે.
તેમણે હવન માટે તેમના દ્વારા વપરાતી સામગ્રી : લીમડાનાં પાન, ઘી, લવિંગ, રાય, મીઠું અને લોબાનની વિગત પણ શૅરકરી હતી. તેમણે વીડિયોમાં કહ્યું છે કે “હું પૂજા-અર્ચના કર્યા પછી ઘણાં વર્ષોથી આ કરું છું. અનેમહામારી પછી દિવસમાં બે વાર કરવાનું શરૂ કર્યું. એ પર્યાવરણને શુદ્ધ કરે છે અને કોરોના અને બીજી બીમારીઓને દૂર રાખે છે.”
બોલીવુડના પીઢ અભિનેતા દિલીપકુમારની તબિયતને લઇ આવ્યા અપડેટ ; જાણો હાલ કેવી છે તેમની તબિયત
શુક્રવારે શૅર કરેલા અન્ય એક વીડયોમાં હેમા માલિનીએ કહ્યું હતું કે “યુગોથી હવન નકારાત્મકતાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આજે આખું વિશ્વ મહામારી અને પ્રકૃતિના ક્રોધથી ઝઝૂમી રહ્યું છે.” તેમણે દરેકને અપીલ કરી હતી કે માત્ર પર્યાવરણના દિવસે જ નહીં, પરંતુ લગભગ દરરોજ આપણે કોરોનાને પરાજિત કરીએ ત્યાં સુધી હવન કરવો જોઈએ.
હેમામાલીની ની થીયરી : હવન કરો, કોરોના દુર રાખો.. જાણો શું કરે છે તે દરરોજ… જુઓ વિડિયો… #Bollywood #coronavirus #covid19 #havan @dreamgirlhema pic.twitter.com/Hq8vFn0NBj
— news continuous (@NewsContinuous) June 7, 2021
