Site icon News Continuous Bureau | Mumbai

મેક-અપ વગર કેવી દેખાય છે હિના ખાન? જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ટીવી સ્ટાર હિના ખાન પણ સ્ટાઇલ અને ફૅશનની દૃષ્ટિએ રૂપેરી પડદાની સુંદરીઓ સાથે સ્પર્ધા કરે છે. ટ્રેડિશનલ ડ્રેસ હોય કે પછી કોઈ પણ હૉટ વેસ્ટર્ન આઉટફિટ, હિના દરેક અવતારમાં અમેઝિંગ છે. હિના ખાનનું ઇન્સ્ટા ઍકાઉન્ટ તેના સ્ટાઇલિશ અને ગ્લૅમરસ ફોટાથી ભરેલું છે. હિનાએ હાલમાં જ તેના કેટલાક લેટેસ્ટ ફોટા શૅર કર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લૅમરસ લાગી રહી છે.

હિનાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લૅમરસ લાગી રહી છે. આ તસવીરોની સૌથી ખાસ વાત એ છે કે હિના એમાં કોઈ મેક-અપ લુકમાં નથી, પરંતુ મેક-અપ ન હોવા છતાં હિના હંમેશની જેમ સુંદર દેખાય છે.

ગુલાબી રંગની ક્રોપ ટૉપ અને એને મેળ ખાતી પ્લાઝો પહેરીને હિના શાનદાર પોઝ આપી રહી છે. મેક-અપ વગર હોવા છતાં, હિનાની આ તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે.

જ્યારે ચાહકો તેને ફરીથી ટીવી પર જોવા માટે આતુર છે, ત્યારે એક ચાહકે લખ્યું : તમે ક્યારે અભિનય શરૂ કરશો? હિનાની આ તસવીરો પર માત્ર ચાર કલાકમાં લગભગ ત્રણ લાખ લાઇક્સ આવી છે.

ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં સંસ્કારી વહુની ભૂમિકા ભજવનારી હિના ખાને હવે તેની કારકિર્દીમાં ઘણી પ્રગતિ કરી છે. હવે હિના ફિલ્મોમાં હાથ અજમાવી રહી છે. ગયા વર્ષે તેની ફિલ્મ હેકડરિલીઝ થઈ હતી, જેને લોકોએ પણ પસંદ કરી હતી.

નાના પડદાની પુત્રવધૂ અક્ષરા હોય કે બિગ બૉસની મજબૂત સ્પર્ધક હોય, હિનાએ દરેક જગ્યાએ સફળતા હાંસલ કરી છે. આ કારણે આજે હિના કોઈ પણ બૉલિવુડ સ્ટાર કરતાં ઓછી લોકપ્રિય નથી.

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version