Site icon News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાને શેર કરી તેની કેન્સર ની જર્ની ની પોસ્ટ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો ભાવુક

Hina khan: હિના ખાને થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે તેને ત્રીજા સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર છે. હવે હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર ર્ક્યો છે જેમાં તે તેના પહેલા કીમો ની તૈયારી કરી રહી છે.

Hina khan shared her first chemo video

Hina khan shared her first chemo video

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાને થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે તેને ત્રીજા સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાન વિશે આવા સમાચાર સાંભળી બધા ને આંચકો લાગ્યો હતો. હિના હવે આ બીમારી ની સારવાર લઈ રહી છે અને આ દરમિયાન પણ તે તેના ચાહકોને સકારાત્મક સંદેશા આપતી રહે છે. હવે હિનાએ તેના પહેલા કીમોનો વીડિયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: T20 world cup 2024: T20 વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી એ કર્યો અનુષ્કા ને વિડિયો કોલ, બાળકો સાથે ચેટ કરતી મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ જુઓ વિડીયો

હિના ખાને શેર કર્યો વિડીયો 

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં છે કે હિના ખાન એક ઇવેન્ટ માટે તૈયાર ઠગાઈ રહી છે. આ દરમિયાન તે પાપારાઝી ને પોઝ પણ આપે છે અને હિના ને એવોર્ડ મળે છે. એવોર્ડ મળ્યા પછી, હિના ફરીથી હોસ્પિટલ જવા રવાના થાય છે.. આ પછી, હોસ્પિટલ જતી વખતે, તેણી કહે છે કે તમામ ગ્લેમ દૂર થઈ ગયા છે અને હું મારા પ્રથમ કીમો માટે આવી છું.


હિના ખાને આ વિડીયો શેર કરતા લખ્યું, ‘આ એવોર્ડ નાઇટ પર, મને ખબર પડી કે મને કેન્સર છે, પરંતુ મેં તેને સામાન્ય કરવાનું નક્કી કર્યું, માત્ર મારા માટે જ નહીં પરંતુ અમારા માટે. આ દિવસે બધું બદલાઈ ગયું હતું. આ મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કાની શરૂઆત હતી. આપણે જે વિચારીએ છીએ અને માનીએ છીએ તે બનીએ છીએ, તેથી મેં તેને પડકાર તરીકે લીધું. સૌ પ્રથમ હું હકારાત્મક બની.હું મારા આ અનુભવને સામાન્ય રાખવા માંગતી હતી. મારા કામની પ્રતિબદ્ધતાઓ મારા માટે મહત્વપૂર્ણ છે. મારા માટે પ્રેરણા, જુસ્સો અને કલા મહત્વની છે. મેં નમવાની ના પાડી. મારા પ્રથમ કીમો પછી મને મળેલો આ પુરસ્કાર મારા માટે એકમાત્ર પ્રેરણા ન હતો, મેં આ ઇવેન્ટમાં પણ હાજરી આપી હતી જેથી હું મારી જાતને કહી શકું કે મેં જે બેન્ચમાર્ક સેટ કર્યા છે તે પ્રમાણે હું જીવીરહી છું. હું દરેકને કહેવા માંગુ છું કે સૌ પ્રથમ તમારા જીવનના પડકારોને તમારા માટે સામાન્ય બનાવો અને પછી તેને જીવો. તે ગમે તેટલું મુશ્કેલ હોય, ક્યારેય પીછેહઠ કરશો નહીં અને ક્યારેય હાર માનો નહીં.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version