Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં આ સપડાઈ, હિન્દુ સેનાએ આપી આ ધમકી… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
22 ઓક્ટોબર 2020
અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ પહેલા જ વિવાદમાં સપડાઈ ગઇ છે. ફિલ્મના નામ પર લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે આ ફિલ્મનું ટાઇટલ લવ જેહાદને પ્રમોટ કરે છે. હિન્દુ સેના નામના સંગઠને આ ફરિયાદ કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી છે. હિંદુ સેનાએ ફિલ્મની કાસ્ટ, ક્રૂ અને પ્રમોટર્સના વિરુદ્ધ ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ફિલ્મમેકર્સ પર આરોપ મુકવામાં આવ્યો છે કે તેમણે ફિલ્મમાં માતા લક્ષ્‍મીનો ખોટી રીતે ઉપયોગ કરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. જેથી આ ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગણી કરવામાં આવી છે. 
 
આ અંગે હિંદુ સેનાના પ્રેસિડન્ટે જણાવ્યું છે કે, જો ફિલ્મનું ટાઇટલ બદલવામાં નહીં આવે તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવશે અને ફિલ્મનો બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતું ત્યારે સોશિયલ મીડિયા પર #શેમ ઓન અક્ષય કુમાર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. નોંધનીય છે કે આ ફિલ્મ ૯ નવેમ્બર ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Channel
Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version