ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 નવેમ્બર 2020
જ્યારે પુરુષ ના ખૂબસૂરત વાળ ની ચર્ચા કરવામાં આવે છે ત્યારે હેન્ડસમ દેખાતા ક્લૂની નો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે.
પરંતુ શું તમને ખબર છે તે પોતાના વાળ જાતે જ કાપે છે?
પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અભિનેતા અને હોલિવૂડમાં ચર્ચિત નામ clooney એ એક ઇન્ટરવ્યૂમાં ધડાકો કર્યો છે કે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ પોતાના વાળ જાતે કાપે છે.
એ પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તેની પાસે એક કટીંગ મશીન છે જે તેણે પોતાના બાળપણ સમયે વસાવ્યું હતું. આ કટીંગ મશીન થી તેઓ બે મિનિટમાં વાળ કાપી નાખે છે.
ક્લૂનીએ કહ્યું કે તેના વાળ સ્ટ્રો જેવા છે. જેને કાપતાં તેમને સમય લાગતો નથી.
