Site icon

અક્ષય કુમારની ફિલ્મના રંગમાં રંગાયા ગૃહમંત્રી- અમિત શાહના મોઢે થી ફિલ્મી ડાયલોગ સાંભળી ચોંકી ઉઠી તેમની પત્ની

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમાર અભિનીત 'સમ્રાટ પૃથ્વીરાજ' ની રિલીઝ પહેલા,નવી દિલ્હીમાં (New Delhi)ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ (special screening)રાખવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (home minister Amit Shah)અને પત્ની સોનલ શાહે(Sonal Shah) હાજરી આપી હતી. સ્ક્રિનિંગ દરમિયાન અમિત શાહ પર ફિલ્મનો રંગ જોવા મળ્યો હતો. તેથી જ તે તેની પત્ની સોનલને 'ચલીએ હુકુમ' કહેતા જોવા મળ્યા હતા જે રીતે ફિલ્મના પાત્રો એકબીજા સાથે વાત કરે છે.

Join Our WhatsApp Community

અમિત શાહે ફિલ્મ જોયા બાદ મીડિયાને કહ્યું કે, "મેં 13 વર્ષ પછી થિયેટરમાં જઈને મારા પરિવાર સાથે ફિલ્મ જોઈ છે. અમારા પરિવાર માટે આ ખૂબ જ ખાસ દિવસ હતો, કારણ કે અમે થિયેટરની છેલ્લી હરોળમાં ફિલ્મની સ્ટારકાસ્ટ (film star cast)અને નિર્માતા. સાથે બેઠા હતા."ફિલ્મનું વર્ણન કરતાં અમિત શાહે કહ્યું હતું કે, "ઇતિહાસના વિદ્યાર્થી (history student)તરીકે, મેં ભારતના(India) સાંસ્કૃતિક વારસાને દર્શાવતી આ ફિલ્મનો માત્ર આનંદ જ નથી માણ્યો, પરંતુ ભારતીયો માટે તેનું મહત્વ(importance) પણ સમજ્યું."જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Home minister Amit Shah) ફિલ્મના વખાણ કર્યા તો અક્ષય કુમાર ભાવુક(emotional) થઈ ગયા. અમિત શાહ સાથેનો પોતાનો એક ફોટો શેર કરતા તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "મારા માટે ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની સાંજ. માનનીય ગૃહમંત્રી અમિત શાહ જીને 'સમ્રાટ પૃથ્વીરાજ' બતાવવાનું દુર્લભ સન્માન મળ્યું. તેમના દ્વારા અમારા ફિલ્મની પ્રશંસા અમારા પ્રયત્નો સફળ થયા."

આ સમાચાર પણ વાંચો: સમ્રાટ પૃથ્વીરાજ ના મેકર્સને આ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટ માંથી મળી રાહત-સમયસર રિલીઝ થશે અક્ષય કુમાર ની ફિલ્મ

'સમ્રાટ પૃથ્વીરાજ' (Samrat Prithviraj)આજે  રિલીઝ થઈ રહી છે, જેનું નિર્દેશન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. અક્ષય કુમાર ઉપરાંત, આ ફિલ્મમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર છે, જે બોલીવુડમાં (bollywood debut)પદાર્પણ કરી રહી છે. તેમાં સંજય દત્ત, સોનુ સૂદ અને માનવ વિજની પણ મહત્વની ભૂમિકા છે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version