Site icon

Homebound Review: ધર્મના ભેદભાવ સામે બે મિત્રોની સંઘર્ષમય યાત્રા ને દર્શાવે છે હોમબાઉન્ડ, જાણો કેવી છે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની ફિલ્મ

Homebound Review: "હોમબાઉન્ડ" એ 2026ના ઓસ્કાર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે આ ફિલ્મ માં ધર્મના ભેદભાવ સામે બે મિત્રોની સંઘર્ષમય યાત્રા ને ખુબ જ સુંદર રીતે દર્શાવવા માં આવી છે.

Homebound Review: Ishaan Khatter and Vishal Jethwa Shine in Neeraj Ghaywan’s Oscar-Nominated Tale of Friendship and Identity

Homebound Review: Ishaan Khatter and Vishal Jethwa Shine in Neeraj Ghaywan’s Oscar-Nominated Tale of Friendship and Identity

News Continuous Bureau | Mumbai

Homebound Review: “હોમબાઉન્ડ”  એ નિર્દેશક નીરજ ઘાયવાન ની એક સંવેદનશીલ ફિલ્મ છે, જે 2020ના લોકડાઉન દરમિયાનના માઈગ્રન્ટ ક્રાઈસિસ અને સામાજિક ભેદભાવને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર  અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બશારત પીર ના ન્યૂયોર્ક ટાઈમ્સ લેખ “ટેકિંગ અમૃત હોમ”  પરથી પ્રેરિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sameer Wankhede: સમીર વાનખેડેએ ખખડાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, શાહરૂખ ખાનની કંપની પર કર્યો આ કેસ, જાણો સમગ્ર મામલો

કથા અને પાત્રો

ફિલ્મમાં ચંદન (વિશાલ જેઠવા) અને શોઐબ (ઈશાન ખટ્ટર) બે બાળમિત્રો છે, જે ઉત્તર ભારતના ગામમાંથી છે. બંને પોલીસની નોકરી મેળવવા માટે પ્રયત્નશીલ છે, કારણ કે તે તેમને સમાજમાં માન આપશે. ચંદન એક દલિત છે અને શોઐબ મુસ્લિમ છે—બંને જાતિ અને ધર્મના ભેદભાવથી પીડિત છે. જ્યારે ચંદન પરીક્ષા પાસ કરે છે અને શોઐબ નિષ્ફળ જાય છે, ત્યારે તેમની મિત્રતા તૂટી જાય છે. લોકડાઉન દરમિયાન બંને સુરતથી પોતાના ગામ તરફ પગપાળા યાત્રા કરે છે, જ્યાં એક દુઃખદ ઘટના બધું બદલાવી દે છે.


વિશાલ જેઠવા એ ચંદનના પાત્રમાં શાંતિ અને અંદરના ગુસ્સાને ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યો છે. ઈશાન ખટ્ટર એ શોઐબ તરીકે  સંવેદનશીલ અભિનય આપ્યો છે. બંનેની કેમિસ્ટ્રી ફિલ્મનું હ્રદય છે. નિરજ ઘાયવાને ફિલ્મને ખૂબ જ નાજુક અને વાસ્તવિક રીતે રજૂ કરી છે, જેમાં કોઈ નાટકીયતા નથી, માત્ર જીવનની કડવી હકીકત છે.”હોમબાઉન્ડ” એ 2026ના ઓસ્કાર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મે કાન્સ અને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું છે. 26 સપ્ટેમ્બર, 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ નવેમ્બર 2025માં Netflix પર સ્ટ્રીમ થવાની શક્યતા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Thamma Trailer: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના વચ્ચેની ‘ખૂની’ પ્રેમકથા, “થામા” નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
TMKOC Jethalal: “તારક મહેતા” ના જેઠાલાલે ગરબા નાઈટમાં મચાવી ધૂમ, દિલીપ જોશી નો સિગ્નેચર સ્ટેપ થયો વાયરલ, સાથે જ ઝૂમતા જોવા મળ્યા આ કલાકાર
Kartik Aaryan: કાર્તિક આર્યને મુંબઈમાં ખરીદી ઓફિસ સ્પેસ, કરોડો માં છે કિંમત, જાણો વિગતે
Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો
Exit mobile version