Site icon

અપહરણ અને મારપીટ ના આરોપો વચ્ચે હની સિંહે તોડ્યું મૌન, કર્યો આ ખુલાસો

હની સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે મારી ઈમેજ ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

honey singh broke his silence amid allegations of kidnapping and assault

અપહરણ અને મારપીટ ના આરોપો વચ્ચે હની સિંહે તોડ્યું મૌન, કર્યો આ ખુલાસો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડનો ફેમસ રેપર હની સિંહ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. રેપર સિંગર્સ તેના ગીતો, અંગત જીવન અને વ્યવસાયિક જીવન માટે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હની સિંહને વિવાદો સાથે જૂનો સંબંધ છે. ફરી એકવાર તે મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. હકીકતમાં, હાલમાં જ એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે હની સિંહ અને તેની ટીમ પર અપહરણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ સાથે એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, જે બાદ હવે આ મામલે હની સિંહનું નિવેદન સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

 

હની સિંહે શેર કરી પોસ્ટ

હાલમાં જ હની સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે – ‘મારા પર લગાવવામાં આવેલી ફરિયાદ અને આરોપો પાયાવિહોણા છે. મારો અને મારી કંપનીનો આ બાબત સાથે કોઈ સંબંધ નથી, જેના સમાચાર સવારથી મીડિયામાં બતાવવામાં આવી રહ્યા છે. હું મુંબઈ સ્થિત કંપની ટ્રાઈબ વાઈબમાં પરફોર્મ કરવા ગયો હતો, જે એક જાણીતી કંપની બુક માય શોની સિસ્ટર કંપની છે. આ ઈવેન્ટમાં મને પરફોર્મ કરવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હતો તેટલું મેં પરફોર્મ કર્યું છે. આ સિવાય જે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તે મારી ઈમેજને બગાડવાના ઈરાદાથી છે. જેણે પણ આ કર્યું છે, મારી કાનૂની ટીમ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.

પોલીસ કરી રહી છે કેસની તપાસ

તમને જણાવી દઈએ કે એક ઈવેન્ટ કંપનીના માલિકે  હની સિંહ અને તેની ટીમ પર અપહરણ અને મારપીટનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જોકે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version