News Continuous Bureau | Mumbai
આગામી એક્શન થ્રિલર ‘વોર 2’ના કલાકારોમાં વધુ એક નામ ઉમેરાયું છે. ‘વોર 2’ YRF સ્પાય યુનિવર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં હવે કિયારા અડવાણી પણ જોવા મળશે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆરના નામની જાહેરાત બાદ હવે કિયારાનું નામ સામે આવ્યું છે. જો કે, હજુ સુધી તે બહાર આવ્યું નથી કે તે આ ફિલ્મમાં તે કોની સામે હશે. પરંતુ ફિલ્મમાં કિયારાની એન્ટ્રી એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે.
કિયારા અડવાણી ની થઇ વોર 2 માં એન્ટ્રી
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કિયારા એ પહેલાથી જ કોન્ટ્રાક્ટ સાઈન કરી લીધો છે, એટલે કે ફિલ્મમાં તેની એન્ટ્રી નક્કી થઈ ગઈ છે અને તે જલ્દી જ ફિલ્મ પર કામ શરૂ કરશે. અહેવાલ મુજબ, એક સૂત્ર કહે છે, “જ્યાં સુધી YRF સ્પાય યુનિવર્સ અને ‘વોર 2’નો સંબંધ છે, કિયારા અડવાણી આમાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. YRF સ્પાય યુનિવર્સ જેમ કે ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વોર’ અને ‘પઠાણ’ એક લીગ છે. આ ફ્રેન્ચાઇઝીની દરેક આવનારી ફિલ્મ સાથે ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો અને અપેક્ષાઓ આસમાને છે. કિયારા અત્યારે ટોચ પર છે અને આદિત્ય ચોપરા તેને ‘વોર 2’ માટે પસંદ કરી રહ્યા છે.”
વોર 2 નું નિર્દેશન કરશે અયાન મુખર્જી
‘વોર 2’ એ 2019ની હિટ ‘વૉર’ ની સિક્વલ છે અને તે અનુક્રમે શાહરૂખ ખાન અને સલમાન ખાન સ્ટારર ‘પઠાણ’ અને ‘ટાઈગર 3’ની વાર્તા સાથે જોડાયેલી હશે. આ ફિલ્મ એકબીજા સાથે જોડાયેલા જાસૂસ બ્રહ્માંડને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. અયાન મુખર્જી, પ્રથમ વખત એક્શનમાં ઉતર્યા છે, આ પ્રોજેક્ટના દિગ્દર્શક તરીકેની કમાન અયાન મુખર્જી એ સાંભળી છે.’વોર’ની લીડ કાસ્ટમાં સામેલ ટાઈગર શ્રોફ આ વખતે ફિલ્મનો હિસ્સો બનશે કે કેમ એ સવાલનો અત્યાર સુધી કોઈ જવાબ નથી. કારણ કે અગાઉની ફિલ્મમાં તેના મૃત્યુને રહસ્ય તરીકે રાખવામાં આવ્યું હતું. એટલા માટે ટાઈગરના ફેન્સ હજુ પણ મેકર્સ તરફથી તેની એન્ટ્રીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: 28 વર્ષ નાની હિરોઈન સાથે કિસિંગ સીન કરવો નવાઝુદ્દીન સિદ્દીકી ને પડ્યો ભારે, ઈન્ટરનેટ પર મચ્યો હંગામો