Site icon News Continuous Bureau | Mumbai

સુનૈના રોશનના બર્થ ડે સેલિબ્રેશન માં રિતિક રોશન-સબા આઝાદ દેખાયા સાથે, પાર્ટીની તસવીર થઈ વાયરલ

રિતિક રોશન અને સબા આઝાદની એક સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, આ તસવીર રિતિક રોશનની બહેન સુનૈના રોશન ના જન્મદિવસ ની છે.

hrithik roshan saba azad birthday celebration

સુનૈના રોશનના બર્થ ડે સેલિબ્રેશન માં રિતિક રોશન-સબા આઝાદ દેખાયા સાથે, પાર્ટીની તસવીર થઈ વાયરલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રિતિક રોશન પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક રોશન સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. રિતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે, બંને એ તેમના સંબંધો ને લઈને ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન રિતિક રોશન અને સબા આઝાદ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. વાસ્તવમાં રિતિક રોશનની બહેન સુનૈના રોશનના જન્મદિવસના અવસર પર બંને ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Channel

સુનૈના રોશને ઉજવ્યો તેનો જન્મદિવસ 

રિતિક રોશનની બહેન સુનૈના રોશને તેનો 51 મો જન્મદિવસ ઉજવ્યો હતો. રિતિક રોશનની માતા પિંકી રોશને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસના ઉજવણી ની તસવીર શેર કરી છે. આ તસવીરમાં રિતિક રોશન નો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેની કથિત ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ દેખાઈ રહી છે. આ સાથે પિંકી રોશને કેપ્શન લખ્યું, ‘મારી પ્રિય પુત્રી સુનૈના રોશનને જન્મદિવસની શુભેચ્છા. મારો સૂર્યપ્રકાશ, મારું જીવન, મારા ધબકારા. તારી ખુશીનો અર્થ તારા આખા પરિવાર માટે વિશ્વ છે. અમે તને પ્રેમ કરીએ છીએ. અમે અમારા જીવનને રંગોથી ભરવા માંગીએ છીએ.’

 

સુનૈના રોશનનું અંગત જીવન

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર ડાયરેક્ટર અને એક્ટર રાકેશ રોશન અને પિંકી રોશન ની દીકરી સુનૈના રોશન ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ લાઈમલાઈટથી દૂર રહે છે. સુનૈના રોશને બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન આશિષ સોની સાથે થયા હતા પરંતુ વર્ષ 2000માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેને એક પુત્રી સુર્નિકા છે. આ પછી સુનૈના રોશને વર્ષ 2009માં બિઝનેસમેન મોહન નાદર સાથે લગ્ન કર્યા.

 

Tunnel Rescue Web Series ૪૧ જિંદગીઓ બચાવવાના ૧૭ દિવસના સંઘર્ષની ગાથા ટનલ રેસ્ક્યુ પર આવશે નવી વેબ સિરીઝ
Hero Ki Horrorine Release Date હોરરકોમેડીનો નવો ધમાકો ‘હીરો કી હોરોરોઈન’ માટે એકતા કપૂર અને સાજિદ ખાન આવ્યા સાથે, જાણો રિલીઝ ડેટ
Dia Mirza Nawazuddin Row દીયા મિર્ઝાની તીખી પોસ્ટ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો પ્રતિભાવ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
The Vvaan 2 Sequel ફિલ્મ ફિલ્મ ધી વાનની બનશે સિક્વલ, નવી કથા સાથે આગળ વધશે ફ્રેન્ચાઇઝી; જાણો શું ખાસ હશે
Exit mobile version