Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા રિતિક રોશને પોતાનું સપનાનું ઘર ખરીદ્યું, સી-ફેસિંગ વ્યૂ માટે અધધ આટલા કરોડ રૂપિયા ખર્ચ કર્યા.. જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

મુંબઈ મહાનગરી માં ઘર લેવાનું સપનું ઘણા ઓછા લોકોનું સાકાર થતું હોય છે. સ્વપ્ન નગરીમાં સપના સાકાર કરવા માટે આવતા અનેક કલાકરો જે તે ફ્લેટમાં રહીને કામ કરતા હોય છે. પછી આશિયાના શોધતા હોય છે. બોલિવુડ અભિનેતા રિતિક રોશન પોતાના ડાન્સ અને એક્ટિંગ માટે જાણીતો છે. કોરોના કાળમાં હાલમાં અભિનેતા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હવે તેણે મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા રિતિક રોશને મુંબઈના જુહુ-વર્સોવા લિંક રોડ પર બે લક્ઝરીયસ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે. અભિનેતા રિતિકે 97.50 કરોડ રૂપિયા આપીને તેના નામે બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. 

અહેવાલો અનુસાર, જુહુ-વર્સોવા લિન્ક રોડ પર લીધેલા આ બે એપાર્ટમેન્ટ્સ 38000 સ્ક્વેર ફીટમાં બનેલા આ ફ્લેટ્સ ખૂબ જ આલિશાન છે. રિતિકના બંને એપાર્ટમેન્ટ્સ બિલ્ડિંગના 14,15 અને 16માં ફ્લોર પર છે, આ ઉપરાંત એપાર્ટમેન્ટમાં વિશેષ લિફ્ટ સિવાય 10 પાર્કિંગ લૉટ પણ છે. રિતિકે ડ્યુપ્લેક્સ માટે રૂ.67.5 કરોડ ચૂકવ્યા છે. જેમાં 27534 સ્ક્વેર ફિટની સ્પેસ છે. જ્યારે 14માં ફ્લોર પરના ફ્લેટ માટે રૂ. 30 કરોડ ચૂકવ્યા છે. જેમાં 11165 સ્ક્વેર ફીટ જગ્યા છે. 

ટૂંક સમયમાં જ રિતિક પોતાના પરિવાર સાથે અહીં શિફ્ટ થઈ જશે. અત્યારે તે જુહુ વિસ્તારમાં આવેલા ઘરમાં અક્ષય કુમારની બાજુમાં રહે છે.આ ડીલ આ અઠવાડિયે જ થઈ હોવાનું મીડિયા રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે.  હાલ તે પોતાની આવનારી ફિલ્મ 'ક્રિશ-4'ની તૈયારી કરી રહ્યો છે. હાલ આ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે.

Prahaar Trailer Rajkummar Rao ‘પ્રહાર’નું દમદાર ટ્રેલર રિલીઝ 26/11 મુંબઈ હુમલા કેસના વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકામાં રાજકુમાર રાવ
Dhurandhar 2 Censor Board Cuts ટીવી પર નહીં જોવા મળે ‘ધુરંધર’નો અસલી ખૌફ સેન્સર બોર્ડે ચલાવી કાતર, 10 મિનિટ ઘટી ફિલ્મની લંબાઈ
Koffee With Karan Ending બોલીવુડના સૌથી ચર્ચિત ટોક શોનો ધ એન્ડ કરણ જોહરે ‘કોફી વિથ કરણ’ની છેલ્લી સીઝનની જાહેરાત કરી
Pan Masala Advertisement Controversy ‘અમારો કરાર માત્ર માઉથ ફ્રેશનર પૂરતો હતો’ FDA ની નોટિસ પર શાહરૂખ, અજય અને ટાઈગરનો જવાબ
Exit mobile version